Tuesday, 13 October 2015

૧૩ મી ઓક્ટોબર

ભૂલાભાઇ  દેસાઇ


                ભૂલાભાઇ દેસાઇનો જન્મ તા. ૧૩-૧૦-૧૮૭૭ના રોજ વલસાડ પાસેના ભદેલી ગામમાં થયો હતો. મેટ્રિકની પરિક્ષા ઉતીર્ણ કરી, મુંબઇની કૉલેજમાં પ્રવેશ મેળવી. સ્કોલરશીપ પ્રાપ્ત કરી. શરૂઆતમાં પ્રાધ્યાપક બન્યા પણ થોડા જ સમયમાં શિક્ષણનું ક્ષેત્ર ત્યાગી તેઓએ એડવોકેટ થઇ મુંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. ધારાશાસ્ત્રી તરીકે તેમની ઘણી દલીલો તો ખુદ ન્યાયધીશોને માટે નવી વિચારણા માટે તક પૂરી પાડતી. વ્યક્તિગત સત્યાગ્રહમાં પણ ભાગ લઇ કારાવાસ ભોગવ્યો. ઇ. ૧૯૪૬માં શ્રી દેસાઇ આપણી વચ્ચેથી વિદાય થયા. 

૧૨ મી ઓક્ટોબર

ડૉ. રામનારાયણ લોહિયા


                 હિંદની સ્વતંત્રતાની લડતના અગ્રણી અને સુપ્રસિદ્ધ લેખક શ્રી રામમનોહર લોહિયાના જન્મ ઇ.સ. ૧૯૧૦માં ઉતરપ્રદેશના એક ગામડમાં થયો હતો. મેટ્રિકની પરિક્ષા પાસ કરી તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામના મેળવી. યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન જ રામમનોહરે રાજકારણમાં રસ દાખાવવા માંડયો. હિંદ છોડો ચળવળ સમયે ભૂગર્ભમાં ચાલી જઇ જયપ્રકાશ સાથે સામ કર્યુ. રાજદ્રોહના અપરાધ સબબ તેમની ધરપકડ કરી. તેમણે સમાજવાદી પક્ષ સ્થાપ્યો, અને મેનકાઇન્ડ ના સંપાદક બન્યા દરમિયાન સમાજવાદી અને પ્રજા સમાજવાદી પક્ષનું જોડાણ થયું આમ છતાં શ્રી લોહિયાનો હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવામાં અછૂતોને વધુ અધિકારો આપવા તેમજ કૉગ્રેસ સાથે અસહકારનું વલણ ચાલુ રાખવા સતત આગ્રહ ચાલુ રાખ્યો. તા. ૧૨-૧૦-૧૯૬૭ના રોજ તેમણે ફાની દુનિયા છોડી દીધી ત્યારે દેશજનોની આંખો ભીની બની ગઇ હતી. 

૧૧ મી ઓક્ટોબર

પંડિત બેચરદાસ
         વિદ્ધાન પંડિત બેચરદાસનો જન્મ વલ્લભીપુરમાં થયો હતો. બચપણથી જ ભણવામાં તેજસ્વી. કાશી જઇને ભણવાની અદમ્ય ઇચ્છાથી પ્રેરાઇને ઘરમાં જાણ કર્યા વિના તેઓ કાશી ચાલ્યા ગયા અને ત્યાં સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરવા માંડયો. સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત પૈશાચી, અપભ્રંશ ભાષામાં પણએ નિષ્ણાત થયા. હેમચંદ્રનો કોશ એમણે કંઠસ્થ કરેલો. જૈન નંદીસૂત્ર અને આચારાંગ’, એમણે કંઠસ્થ કર્યા હતા. જૈન સાહિત્યિક સંશોધક નામના એક ત્રૈમાસિકના સંપાદનમાં એમણે સહાયક તરીકે કામ કરેલું. તા. ૧૧-૧૦-૧૯૮૧ના રોજ અમદાવાદમાં અવસાન થયું.


કેળવણીકાર મગનભાઇ દેસાઇ

                  વિદ્યાર્થીને કેળવણી તો તેની માતૃભાષામાં જ મળવી જોઇએ આ વિચાર હતો મગનભાઇ દેસાઇનો. મગનભાઇએ ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષા- માતૃભાષાની હિમાયત કરી અને તે કાર્ય કરીને જ જપ્યા. મગનભાઇ દેસાઇનો જન્મ ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ના રોજ નડિયાદમાં થયો હતો. ભણવામાં તેજસ્વી મગનભાઇ મેટ્રિકમાં મુંબઇ યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠમાંથી તેઓ સૌપ્રથમ સ્નાતક અને પછી  અનુસ્નાતક થયા. તે પછી તે જ વિદ્યાપીઠમાં જોડાયા. મહાદેવ દેસાઇ મહાવિદ્યાલય  શરૂ થતા તેના પ્રથમ આચાર્ય બન્યા. સાથે જોડણીકોશના તેઓ મુખ્ય સંપાદક હતા. ગુરૂ નાનકદેવના જયજી અને સુખમની’ ના અનુવાદ ગ્રંથો તેમણે આપ્યા. તેમણે સુદામાચરિત’, કુંવરબાઇનું મામેરું અને નળાખ્યાન જેવા ગ્રંથોનું સંપાદન કર્યુ હતું.


Saturday, 10 October 2015

૧૦ મી ઓક્ટોબર

સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર

        નોબેલ પુરસ્કાર વિજેતા, ભૌતિક વિજ્ઞાની સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરનો જ્ન્મ તા.૧૦-૧૦-૧૯૧૦ ના રોજ લાહોરમાં થયો હતો. અગિયાર વર્ષની ઉંમર સુધી તેમણે ઘર આગળ જ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ એમ.એ. થઇ કેમ્બ્રિજમાં પી.એચ.ડી.ની  ડિગ્રી મેળવી અમેરિકા જઇ યર્કીઝ વેધશાળામાં સહાયક સંશોધક તરીકે કામ કર્યું. તેમનું મૂળ સંશોધન ક્ષેત્ર  મુખ્યત્વે તારાઓના બંધારણનો  અભ્યાસ તથા તારાઓની અંદર ચાલતી ઊર્જાના સ્થાનાંતરની પ્રક્રિયાઓના અભ્યાસને લગતું રહ્યું હતું. વૈજ્ઞાનિક ક્ષેત્રે તેઓ ચંદ્રના હુલામણા નામથી ઓળખાતા. ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ નો ખિતાબ એનાયત કર્યો હતો. ઉપરંત લંડનની રોયલ સોસાયટીએ કોપ્લે ચંદ્રક’, આર.ડી.બિરલા મેમોરિયલ એવોર્ડ તથા વેણુ બાપુ મેમોરિયલ એવોર્ડ પણ તેમને એનાયત થયા હતા. ઇ.સ. ૧૯૯૫માં અમેરિકાના શિકાગો ખાતે એમનું અવસાન થયું.

Friday, 9 October 2015

૯ મી ઓક્ટોબર

ધર્માનંદ કોસંબી

             
               ધર્માનંદ કોસંબીનો જન્મ તા. ૯-૧૦-૧૮૭૬ના રોજ ગોવાના સાખવળ ગામે થયો હતો. પૂનાના ડૉ. ભાંડારકરની મદદથી સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ અને બૌદ્ધ ધર્મના જ્ઞાનની પ્રાપ્તિ અર્થે તેમણે ભારતમાં  ઠેર ઠેર ભ્રમણ કરવું પડ્યું. છેક નેપાળથી સિલોન સુધી તેમની અવિરત યાત્રાઓ ચાલી. અમેરિકા, રશિયા, બ્રહ્મદેશ વગેરેનો પ્રવાસ ખેડીને બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ભગીરથ કાર્ય કર્યું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન આઠ જેટલાં મૌલિક પુસ્તકો લખ્યાં. હતાં. ઇ.સ. ૧૯૪૬માં આ મહાન સાધકનું પ્રાણ પંખેરું આ જગતને છેલ્લી સલામ કરી ઊડી ગયું.   

Thursday, 8 October 2015

૮ મી ઓક્ટોબર

સ્વામી રામતીર્થ

                       પ્રખર ગણિતશાસ્ત્રી રામતીર્થનો જન્મ તા. ૦૮/૧૦/૧૮૭૩ માં પંજાબના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તે ભારે જિદ્દી હતા. ગણિતમાં તેમને બહુ રસ હતો. તેમનો ગણિતનો અભ્યાસ તો એટલો ઉત્તમ પ્રકારનો હતો કે અઢાર આંકડાની સંખ્યાના સત્તર આંકડાની સંખ્યા સાથેના ગુણાકારની રકમ તરત મોં એ થી જ કહી આપતા. શાળાના પેપરમાં પૂછયેલું  તેરમાંથી કોઇ પણ નવ દાખલા ગણો. તેમણે તેર તેર દાખલા ગણીને લખ્યું કે  તેરમાંથી કોઇ પણ નવ દાખલા તપાસો. એમ.એ. થઇ ગણિતના પ્રધ્યાપક અને આચાર્ય બન્યા. તે દરમિયાન આધ્યાત્મિક લગની લાગી જતાં ૨૭ વર્ષની ઉંમરે તેઓ સ્વામી રામતીર્થ નામ ધારણ કરી સન્યાસી બની ગયા. 



મહાન દોડવીર મિલ્ખા સિંઘ
               દોડ જેવી રમતમાં વિશ્વ ક્ષેત્રે કોઇ ભારતીય નામ લેવાં હોઇ તો, ફક્ત બે જ નામ આપી શકાય એક પી. ટી. ઉષા અને બીજું નામ મિલ્ખા સિંઘનું.
               મિલ્ખા સિંઘ એવી ઝડપથી દોડતા હતા કે જાણે હવામાં ઊડતા હોઇ! તેથી તેમને હવામાં ઊડતા સરદાર તરીકે સૌ ઓળખતા હતા. ૧૯૫૮માં જાપાનના ટોકિયો શહેરમાં યોજાયેલ એશિયાડ રમતોત્સવમાં મિલ્ખા સિંઘે ૪૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડમાં બે વિશ્વ વિક્રમો સ્થાપીને ભારતા ખાતે બે સુવર્ણચંદ્રકો જમા કરાવ્યા હતા.

                ધોરણ-૯ શિક્ષણ અધુરું મૂકી તેઓ પિતાના યાંત્રિક ધંધામાં જોડયા હતા, પરંતુ ત્યાર બાદ ૧૯૫૩માં તેઓ લશ્કરમાં ભરતી થયા ત્યાં તેમને રમત-ગમતની પ્રવૃતિ માટે મોકળું મેદાન મળ્યું. તેમને દોડની રમતમાં વિશેષ રુચિ હતી. ભારત સરકારે તેમને  પદ્મશ્રી ના એવોર્ડથી નવાજ્યા.