ભૂલાભાઇ દેસાઇ
ભૂલાભાઇ દેસાઇનો જન્મ તા.
૧૩-૧૦-૧૮૭૭ના રોજ વલસાડ પાસેના ભદેલી ગામમાં થયો હતો. મેટ્રિકની પરિક્ષા ઉતીર્ણ
કરી, મુંબઇની કૉલેજમાં પ્રવેશ મેળવી. સ્કોલરશીપ પ્રાપ્ત કરી.
શરૂઆતમાં પ્રાધ્યાપક બન્યા પણ થોડા જ સમયમાં શિક્ષણનું ક્ષેત્ર ત્યાગી તેઓએ
એડવોકેટ થઇ મુંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. ધારાશાસ્ત્રી તરીકે તેમની ઘણી દલીલો
તો ખુદ ન્યાયધીશોને માટે નવી વિચારણા માટે તક પૂરી પાડતી. વ્યક્તિગત સત્યાગ્રહમાં
પણ ભાગ લઇ કારાવાસ ભોગવ્યો. ઇ. ૧૯૪૬માં શ્રી દેસાઇ આપણી વચ્ચેથી વિદાય થયા.
No comments:
Post a Comment