પંડિત બેચરદાસ
વિદ્ધાન પંડિત બેચરદાસનો જન્મ
વલ્લભીપુરમાં થયો હતો. બચપણથી જ ભણવામાં તેજસ્વી. કાશી જઇને ભણવાની અદમ્ય ઇચ્છાથી
પ્રેરાઇને ઘરમાં જાણ કર્યા વિના તેઓ કાશી ચાલ્યા ગયા અને ત્યાં સંસ્કૃત વ્યાકરણનો
અભ્યાસ કરવા માંડયો. સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત પૈશાચી, અપભ્રંશ ભાષામાં પણએ નિષ્ણાત થયા. હેમચંદ્રનો કોશ એમણે
કંઠસ્થ કરેલો. ‘જૈન નંદીસૂત્ર’ અને ‘આચારાંગ’, એમણે કંઠસ્થ કર્યા હતા. ‘જૈન સાહિત્યિક સંશોધક’ નામના એક ત્રૈમાસિકના
સંપાદનમાં એમણે સહાયક તરીકે કામ કરેલું. તા. ૧૧-૧૦-૧૯૮૧ના રોજ અમદાવાદમાં અવસાન
થયું.
કેળવણીકાર મગનભાઇ દેસાઇ
‘વિદ્યાર્થીને કેળવણી તો તેની માતૃભાષામાં જ મળવી જોઇએ’ આ વિચાર હતો મગનભાઇ દેસાઇનો. મગનભાઇએ ઉચ્ચ શિક્ષણના માધ્યમ
તરીકે ગુજરાતી ભાષા- માતૃભાષાની હિમાયત કરી અને તે કાર્ય કરીને જ જપ્યા. મગનભાઇ
દેસાઇનો જન્મ ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ના રોજ નડિયાદમાં થયો
હતો. ભણવામાં તેજસ્વી મગનભાઇ મેટ્રિકમાં મુંબઇ યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવ્યા
હતા. ગુજરાત વિદ્યાપીઠમાંથી તેઓ સૌપ્રથમ સ્નાતક અને પછી અનુસ્નાતક થયા. તે પછી તે જ વિદ્યાપીઠમાં જોડાયા.
મહાદેવ દેસાઇ મહાવિદ્યાલય શરૂ થતા તેના
પ્રથમ આચાર્ય બન્યા. સાથે જોડણીકોશના તેઓ મુખ્ય સંપાદક હતા. ગુરૂ નાનકદેવના ‘જયજી’ અને ‘સુખમની’ ના અનુવાદ ગ્રંથો તેમણે
આપ્યા. તેમણે ‘સુદામાચરિત’, ‘કુંવરબાઇનું મામેરું’ અને ‘નળાખ્યાન’ જેવા ગ્રંથોનું સંપાદન કર્યુ હતું.
No comments:
Post a Comment