ડૉ. રામનારાયણ લોહિયા
હિંદની સ્વતંત્રતાની લડતના
અગ્રણી અને સુપ્રસિદ્ધ લેખક શ્રી રામમનોહર લોહિયાના જન્મ ઇ.સ. ૧૯૧૦માં ઉતરપ્રદેશના
એક ગામડમાં થયો હતો. મેટ્રિકની પરિક્ષા પાસ કરી તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામના
મેળવી. યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન જ રામમનોહરે રાજકારણમાં રસ દાખાવવા માંડયો.
હિંદ છોડો ચળવળ સમયે ભૂગર્ભમાં ચાલી જઇ જયપ્રકાશ સાથે સામ કર્યુ. રાજદ્રોહના અપરાધ
સબબ તેમની ધરપકડ કરી. તેમણે ‘સમાજવાદી પક્ષ’ સ્થાપ્યો, અને મેનકાઇન્ડ ‘ ના સંપાદક બન્યા દરમિયાન સમાજવાદી અને પ્રજા સમાજવાદી
પક્ષનું જોડાણ થયું આમ છતાં શ્રી લોહિયાનો હિન્દી ભાષાને ‘રાષ્ટ્રભાષા’ બનાવવામાં અછૂતોને વધુ
અધિકારો આપવા તેમજ કૉગ્રેસ સાથે અસહકારનું વલણ ચાલુ રાખવા સતત આગ્રહ ચાલુ રાખ્યો.
તા. ૧૨-૧૦-૧૯૬૭ના રોજ તેમણે ફાની દુનિયા છોડી દીધી ત્યારે દેશજનોની આંખો ભીની બની
ગઇ હતી.
No comments:
Post a Comment