સ્વામી રામતીર્થ
પ્રખર ગણિતશાસ્ત્રી
રામતીર્થનો જન્મ તા. ૦૮/૧૦/૧૮૭૩ માં પંજાબના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તે ભારે જિદ્દી
હતા. ગણિતમાં તેમને બહુ રસ હતો. તેમનો ગણિતનો અભ્યાસ તો એટલો ઉત્તમ પ્રકારનો હતો
કે અઢાર આંકડાની સંખ્યાના સત્તર આંકડાની સંખ્યા સાથેના ગુણાકારની રકમ તરત મોં એ થી
જ કહી આપતા. શાળાના પેપરમાં પૂછયેલું “તેરમાંથી કોઇ પણ નવ દાખલા ગણો.” તેમણે તેર તેર દાખલા ગણીને લખ્યું કે “તેરમાંથી કોઇ પણ નવ દાખલા તપાસો.” એમ.એ. થઇ ગણિતના પ્રધ્યાપક અને આચાર્ય બન્યા. તે દરમિયાન આધ્યાત્મિક લગની
લાગી જતાં ૨૭ વર્ષની ઉંમરે તેઓ સ્વામી રામતીર્થ નામ ધારણ કરી સન્યાસી બની ગયા.
મહાન દોડવીર મિલ્ખા સિંઘ
દોડ જેવી રમતમાં વિશ્વ ક્ષેત્રે
કોઇ ભારતીય નામ લેવાં હોઇ તો, ફક્ત બે જ નામ આપી શકાય – એક પી. ટી. ઉષા અને બીજું નામ મિલ્ખા સિંઘનું.
મિલ્ખા સિંઘ એવી ઝડપથી દોડતા હતા
કે જાણે હવામાં ઊડતા હોઇ! તેથી તેમને ‘હવામાં ઊડતા સરદાર’ તરીકે સૌ ઓળખતા હતા. ૧૯૫૮માં જાપાનના ટોકિયો શહેરમાં યોજાયેલ
‘એશિયાડ’ રમતોત્સવમાં મિલ્ખા સિંઘે
૪૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડમાં બે વિશ્વ વિક્રમો સ્થાપીને ભારતા ખાતે બે
સુવર્ણચંદ્રકો જમા કરાવ્યા હતા.
ધોરણ-૯ શિક્ષણ અધુરું મૂકી તેઓ
પિતાના યાંત્રિક ધંધામાં જોડયા હતા, પરંતુ ત્યાર બાદ ૧૯૫૩માં તેઓ
લશ્કરમાં ભરતી થયા ત્યાં તેમને રમત-ગમતની પ્રવૃતિ માટે મોકળું મેદાન મળ્યું. તેમને
દોડની રમતમાં વિશેષ રુચિ હતી. ભારત સરકારે તેમને
‘પદ્મશ્રી’ ના એવોર્ડથી નવાજ્યા.
No comments:
Post a Comment