Friday, 3 July 2015

ડિઝિટલ લોકર

ગેજેટ ડેસ્કઃ સરકારના ડિઝિટલ ઇન્ડિયા અભિયાની પહેલી કડીના ભાગ રૂપમાં ડિઝિટલ લોકર લોન્ચ કરવામાં આવ્યુ છે. જે તમામ લોકો માટે આ સુવિધાજનક પહેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (DeitY) દ્વારા આ લોકર સર્વિસને શરૂ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ ડિઝિટલ લોકર અને તેના ફિચર્સ વિશે..

           
           
શું છે ડિઝિટલ લોકર

ડિઝિટલ લોકરમાં તમારા તમામ ડોક્યુને્ટ્સ સંભાળીને રાખી શકો છો. આ એક પ્રકારનુ ઓનલાઇન રિપોઝિટરી છે. ડિઝિટલ લોકરનો પ્રસ્તાવ નવેમ્બર 2014માં રાખવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં જણાવાવામાં આવ્યુ હતુ કે લોકર લોકોના આધાર કાર્ડથી જોડાયેલુ રહેશે. સાથે સાથે તેમાં યુઝર્સના બધાજ દસ્તાવેજ રાખી શકાશે. આ તમામ દસ્તાવેજો જેવા કે જન્મ-મરણ પ્રમાણ પત્ર અને ડિગ્રી. દસ્તાવેજ જે કોઇ યુઝર્સના છે તેમનો આધાર નંબર નાખીને પ્રાપ્ત કરી શકાશે. આ સંબંધિત ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રાદ્યોધિક વિભાગે તેનુ આધુનિક સંસ્કરણ રજૂ રહ્યુ હતુ આ પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી કાર્યક્રમ ડિઝિટલ ઇન્ડિયાનુ સૌથી મોટુ ઉપકરણ છે.

 કેવી રીતે કરી શકાશે ઉપયોગ-

ડિઝિટસ લોકરનો ઉપયોગ કરવા માટે વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવવાનુ રહેશે. તેમાં આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરી શકાય છે. ડિઝિટલ લોકર સ્કિમનો ધ્યેય શૈક્ષણિક, મેડિકલ, પાસપોર્ટ અને પેન કાર્ડની જાણકારીને એક જગ્યાએ રાખવાનો છે. આ લોકર એટલી સુવિધાજનક હશે કે તેમે દુનિયાના કોઇ પણ ખુણામાં બેસીને તેનો ઉપયોગ કરી શકશો. કારણ કે આ તમારા ડોક્યુમેન્ટ્સ ક્લાઉડ સ્ટોરેજ સાથે જોડાયેલા રહેશે. આ લોકરનો ઉપયોગ કરવાથી કોઇ પણ વ્યક્તિને પોતાના ઓરિઝનલ ડોક્યુમેન્ટ્સની જરૂર નહી પડે . કેટલીક વખત વિદેશમાં નોકરી પર રાખતી કંપની તમારો પાસપોર્ટ જમાં કરી લે છે. જોકે કોઇક સમયે પોસપોર્ટની જરૂર પડે ત્યાર તમે મુશ્કેલીમાં મુકાઇ જવાય છે. હવે આ લોકરની મદદથી તમારી સમસ્યાનુ સમાધાન થઇ જશે. જો કે આ તમામ ડોક્યુનેન્ટ્સને યુઝર્સ પાસવર્ડની મદદથી સિક્યોર રાખી શકે છે.ડિઝિટલ લોકરમાં સાઇન ઇન કરવા માટે પહેલા તમારે આધાર નંબર અને જે મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડ જોડાયેલુ છે તે નંબર નાખવાનો રહેશે. યુઝરને એક ટેક્સ્ટ મેસેજ મળશે, તેમાં એક કોડ લખેલો હશે તે તમારે એન્ટર કરવાનો રહેશે ત્યાર બાદ આધાર નંબર (UID)  ટાઇપ કરવાનુ રહેશે. સાથે સાથે તમારે કોડ નંબર પણ એડ કરવાનો રહેશે. ત્યાર બાદ સાઇન ઇન બટન પર ક્લિક કરીને ઓટીપી(One time password) યૂઆઇડીએઆઇ દ્વારા યૂઝરના મોબાઇલ નંબર પર આવશે. ધ્યાન રહે કે તે ઓટીપી 30 મિનિટ માટે જ વેલિડ ગણાશે. અને જો તમે પાસવર્ડ ખોટો નાખશો તો તે મને બીજો એક ટ્રાય કરવા માટે કહેશે, તમે પાસવર્ડ એન્ટર કર્યા બાદ વેલિડ ઓટીપી ટેબ પર ક્લિક કરવાનુ રહેશે. જેવો તમારો ઓટીપી વેલિડેટ થઇ જશે કે તરત જ સાઇન-અપ પ્રોસેસર પુરી થઇ જશે. જો યુઝરે ઇ-મેઇલ આઇડી એન્ટર કર્યુ હશે તે ઇમેઇલ આઇડી ઉપર પણ મેઇલ આવશે. તેમાં ઓટીપી નાંખીને વેલિડેટ ઓટીપી પર ક્લિક કરી સાઇનઅપ કરી શકાશે. તમે સરળતાથી એક્સેસ કરી શકશો. તમે જેવા લોગ ઇન થશો કે તરત જ મોબાઇલની સ્કિરન પર ડેશબોર્ડ આવી જશે તેમાં તમારે ડોક્યુનેન્ટ્સની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જેવી કે પાનકાર્ડ, વોટર આઇડી, માય પ્રોફાઇલ, માય સર્ટીફિકેટ વગેરે વગેરે. તેમાં તમને બે સેક્શન મળશે. તેમાં જે જાણકારી તમે એડ કરી છે તે તમે બીજા કોઇને મેઇલ કરી શકો છો.

સેલ્ફ એસ્ટેડ ડોક્યુનેન્ટ્સ રાખી શકાશે

 ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રાદ્ધોગિક વિભાગે હાલમાં ડોક્યુમેન્ટ્સ માટે 10 MB સ્પેસ આપી છે. તેને 1GB  સુધી વધારે તેવી સંભાવના છે. સ્ટોરેજ સ્પેસ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરના ક્લાઉડ પર ઉપલબ્ધ રહેશે. આ સોફ્ટવેર સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (સી-ડેક) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે. તમારા ડોક્યુમેન્ટ્સને ડિઝિટલ સિગ્નેચર સાથે સેલ્ફ અટેસ્ટ કરીને તેમાં રાખી શકો છો. તમારી ઇ-સિગ્નેચરથી તેમો કોઇ આશંકા નથી રહેતી. ડિઝિટલ લોકરનુ આધુનિક સંસ્કરણ www.digitallocker.gov.in પર ઉપલબ્ધ છે. એક વખત ડિઝિટલ લોકરમાં સાઇન ઇન કરવા પર ડિઝિટલ લોકરના આધારે તમારા ડેટાબેઝને તમામ જાણકારી સિન્ક કરી લે છે.
જ્યારે બીજો પક્ષ અરજી કરનાર યુઝર જે તમારા દસ્તાવેજને ઇલેક્ટ્રોનિકલી સિક્યોર રાખવા માંગે છે. આ ડિઝિટલ લોકર એ તમામ એજન્સીઓના નામ બતાવશે તે ડિઝિટલ સિગ્નેચર જાહેર કરે છે. સાથે સાથે તેમનુ નામ પણ બતાવશે તેમણે તમારા ડિઝિટલ ડોક્યુમેન્ટ્સ જોયા છે. તમે આ તમામ ઇ-ડોક્યુમેન્ટ્સને એક એક્સએમએલ ફોર્મેટમાં સેવ કરીને લોકરમાં અપલોડ કરી શકોછો. સાથે સાથે ઇ સાઇન સર્વિસનો  ઉપયોગ પણ કરી શકો છો.
            


     

Friday, 26 June 2015

એનીઆરઓઆર.

                  
એનીઆરઓઆર.
                 
                જમીન મહેસૂલના ઉતારામાં થતા ફેરફારથી અજાણ રહેતા લોકો હવે ઘરે બેઠાં જાણકારી મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલના ઉતારા ઓનલાઈન કરાતાં અત્યાર સુધી જમીનના રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે માહિ‌તી મેળવવા મામલતદાર ઓફિસમાં ધક્કા ખાતા નાગરિકો એનીઆરઓઆર. ગુજરાત. જીઓવી. ઈન વેબસાઈટ પર જઈ મહેસૂલી ઉતારા મેળવી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.અત્યાર સુધી જમીન મહેસૂલના ઉતારા ૭/૧૨, ૮-અ અને ૬-કમાં થનાર કોઈ પણ પ્રકારના ફેરફારની માહિ‌તી મેળવવા માટે નાગરિકોએ મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે.
                   તેમાં પણ બહાર ગામ કે વિદેશ રહેતા નાગરિકોને તેમની જમીનના મહેસૂલી રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે ભગવાન ભરોસે જ રહેવું પડતું હોય છે. આ સ્થિતિમાં ઘણી વખત જમીન માલિકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.આ વિગતો સરકારના ધ્યાને આવતાં મહેસૂલ વિભાગે માત્ર જીસ્વાન સાઈટ પર ઓનલાઈન દેખાતા ૭/૧૨, ૮-અ અને ૬-કના ઉતારાને પબ્લિક ડોમીન પર મૂકી સાર્વજનિક કર્યા છે. જેનાથી રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈ હવે નાગરિકો ઘરે બેઠાં જ મહેસૂલી ઉતારા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
-શું છે ૭/૧૨?
           મહેસૂલી રેકોર્ડમાં ગામ નમૂના નંબર ૭ અને ૧૨ માલિકી હક્ક માટે હોય છે. ગામ નમૂના નંબર ૭માં જમીન માલિકનું નામ, જમીનનું ક્ષેત્રફળ, થયેલ ફેરફારની નોંધ, ખાતા નંબર, ગામ, તાલુકો અને જિલ્લાની વિગતો દર્શાવવામાં આવી હોય છે. જ્યારે કોઈ કાનૂની કેસ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી લ્હેણાની વિગતો પણ બીજા હક્કમાં દર્શાવેલી હોય છે. જ્યારે ગામ નમૂના નંબર ૧૨માં પાક સહિ‌તની વિગતો હોય છે.
-શું છે ૮-અ?
ગામ નમૂના ૮-અ ખાતા તરીકે ઓળખાય છે. જેમાં એક જ જમીન માલિકની ગામમાં આવેલી તમામ જમીનોના સર્વે નંબરની વિગતોનું એક ખાતું બનાવવામાં આવે છે. જે ૮-અ તરીકે ઓળખાય છે.
-શું છે ૬-ક?
ગામ નમૂના ૬-કને હક્ક પત્રક નોંધ તરીકે ઓળખાય છે. ૭/૧૨માં દર્શાવેલી ફેરફાર નોંધોની વિગતો ૬-કમાં હોય છે. રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે હક્કપત્રક ૬-કમાં નોંધ પડાય છે.
-છેતરપિંડીના બનાવો ઘટશે
હાલ મહેસૂલી ઉતારામાં થતા ફેરફારોથી અજાણ જમીન માલિકો સાથે છેતરપિંડી થતી હોય છે. એનઆરઆઈ લોકોના કિસ્સામાં આવી ઘટનાઓ બને છે. પરંતુ હવે ઓનલાઈન મહેસૂલી ઉતારાથી વિદેશમાં બેઠેલા લોકો પણ જમીનનો મહેસૂલી રેકોર્ડ જોઈ શકશે.
-અન્ય હેતુ માટે ઉપયોગ નહીં થાય
ઓનલાઈન મહેસૂલી રેકોર્ડને પ્રિન્ટ પણ કરી શકાશે. પરંતુ આ રેકોર્ડ કોઈ પણ સરકારી કે કાયદાકીય રેકોર્ડમાં ઉપયોગ કરી શકાશે નહીં. સરકારી કે કાયદાકીય ઉપયોગ માટે મામલતદાર કચેરીમાંથી પ્રમાણિત નકલો જ મેળવવાની રહેશે.
વધુ માહિતી માટે  મુલાકાત લો 









‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''

          
‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''

               ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન અવસરની ઐતિહાસિક ભેટ રૂપે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' ના સશક્ત તાલુકા વહીવટીતંત્રનો  પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકાને વિકાસના ગૌરવરૂપ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.પ્રત્યેક તાલુકાના વિકાસના સપના સાકાર થાય તેવી તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જીને પ્રત્યેક તાલુકાને તેના સામર્થ્યની આગવી ઓળખ ઊભી કરવા તેમણે આહ્વાહન કર્યું હતું.

              જનસેવા કેન્દ્રમાં દૂરદૂરનાં ગામડેથી આવતાં નાગરિકોને તકલીફ પડતી હતી. તે સમસ્યાનાં સમાધાનરૂપે તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો શરૂ કરવાનો વિચાર આવ્યો અને ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' યોજના અમલમાં મુકવામાં આવી.



સ્વાગત ઓનલાઇન

સ્વાગત ઓનલાઇન
(રાજ્ય સ્તરે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદો અને સૂચનોની રજૂઆત)
           મહિનાના દર ચોથા ગુરુવારે મુખ્યમંત્રી જનસંપર્ક અભિયાન અતર્ગત તેમની કચેરીમાં સ્વાગતયોજના અન્વીયે પ્રજાની ફરિયાદો-સૂચના સાંભળે છે અને તેનો પ્રતિ ઉત્તર અને દિશા સૂચન કરે છે. દ્રશ્ય શ્રાવ્યના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સંલગ્નત ખાતાકીય વડાઓ તેમજ જિલ્લાવાર મુખ્યાલયના પ્રતિનિધિઓ હાજર હોય છે. અંતરિયાળ વિસ્તારના આમ આદમીની ફરિયાદ સ્વા‍ગતયોજના અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાં સાંભળે છે. અને તેના જવાબો આપી તેમના પ્રશ્નોનું નિવારણ કરે છે. રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનું શ્રેષ્ઠતમ પરિણામ આવે તેવા પ્રયાસો સતત કરતા રહે છે. સ્વાતગતકાર્યક્રમના શરૂઆતના સમય ગાળાથી આજ સુધી મળેલી - સાંભળેલી ફરિયાદોમાંથી અંદાજિત ૯૨.૪૫ % જેટલી ફરિયાદોનો સંતોષજનક નિકાલ કરવામાં આવ્યો .
 અને આ વિષે વધુ જાણવા માટે




ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય

              ગૃહ વિભાગ, સચિવાલયના વિભાગોમાં મહત્વનો વિભાગ છે. આ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો છે.
         
                  મુંબઈ રાજયમાંથી તા.1/5/1960 થી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
                
                ગૃહ વિભાગ માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હસ્તક છે.શ્રી રજની પટેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે.શ્રી પી.કે.તનેજા , આઈ.એ.એસ., ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી છે.શ્રી જી.એસ.મલીક, આઈ.પી.એસ., સચિવશ્રી (ગૃહ) છે.

                    ગૃહવિભાગનીમુખ્ય કામગીરી અને તેના વિશે વિશેષમાં જાણવા માટે મુલાકત લો.





કવિ કલાપી

કવિ કલાપી

             જીવનમાં અને કવનમાં આવા રાજા, કવિ અને ઋજુ હ્રદયના સ્નેહીજનનો યોગ તો ક્વચિત જ થાય. કવિ અને પ્રેમ યોગી તરીકે કલાપી અને પ્રજા વત્સલ રાજા તરીકે સુરસિંહજી ગોહિલ ગુજરાતના લોકહ્રદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલા લાઠી ગામના આ રાજવી પ્રભાતના શુક્રતારકની જેમ, અલ્પ આયુષ્ય ભોગવીને ભરયુવાનીમાં જ વિદેહ થયા.
      લાઠીના ગોહિલવંશ રાજકુટુંબમાં ૨૬-૦૧-૧૮૭૪ ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. નાનપણથી જ એમનામાં વૈરાગ્ય ભાવના પ્રબળ હતી. રાજ્ય વહીવટ અને રાજ ખટપટથી કંટાળો આવતો. આમ છતાં કુશળ રાજકર્તા થવા માટેનાં બધા પ્રયત્નો તેમણે  કર્યા હતા.
   કલાપીએ ૧૮ વર્ષની વયે લેખન પ્રવૃતિ શરૂ કરી હતી. કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા, હ્રદય ત્રિપુટી, ભરત વગેરે કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કલાપીના જીવન પર અસર કરનારા સ્નેહીઓમાં મણિલાલ નભુભાઇ , ગોવર્ધનરામ, કવિ કાંત, રૂપશંકર ઓઝા, દરબાર વાજસુરવાળા, કવિ ત્રિભુવન મુખ્ય હતા.

        કલાપીના કાવ્યોમાં તેમના જીવનનું પારદર્શક પ્રતિબિંબ પડે છે. શરૂઆતના કાવ્યો વિરહ, વ્યથા અને ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે. જ્યારે શોભના સાથેના લગ્ન પછીના કાવ્યો તૃપ્તિ અને મસ્તીની ભરતીથી ઊછળતા મહાસાગર જેવાં છે. પ્રણયના પારિતોષમાંથી સર્જાયેલાં તેમનાં કાવ્યો  વાચક ભાવને મુગ્ધ કરતાં રહ્યાં. માત્ર આઠ જ વર્ષના કવનકાળમાં તેમાના હાથે મૂલ્યવાન સાહિત્યનું સર્જન થયું. પ્રગાઢ પ્રણય અને વૈરાગ્ય વૃતિનો આ અમર તારલો તા. ૧૦-૦૬-૧૯૦૦ ના રોજ અચાનક બ્રહ્મલીન થઇ ગયો.