ડૉ.મેઘનાદ શહાનો
જન્મ ઇ.સ. ૧૮૯૩ ના ઑક્ટોબર માસની તારીખે ઢાકા જિલ્લાના સેઉરાતલી ગામે ( હાલ
બાંગ્લાદેશમાં ) તદ્દન સામાન્ય કુટુંબમાં થયો હતો. પણ મેઘનાદ તેજસ્વી વિદ્યાર્થી
હોઇ શિક્ષકો અને તેમના શુભેચ્છકોએ અભ્યાસનો ખર્ચો ભોગવ્યો.શાળા-અભ્યાસની છેવટની
પરીક્ષામાં તેઓ પ્રથમ આવ્યા અને શિષ્યવૃતિ મેળવીને કલકત્તાની પ્રેસીડેન્સી
કૉલેજમાં દાખલ થયા. ત્યાં તેમને જગદીશચંદ્ર બોઝ અને પ્રફુલ્લચંદ્ર રૉય જેવા
શિક્ષકોનું માર્ગદર્શન અને એસ.એન.બોઝ જેવા
સહાધ્યાયી મળ્યા.
ઇ.સ. ૧૯૧૫ માં તેઓ એમ.એસ.સી. માં બીજા નંબરે
પાસ થયા.સુભાષચંદ્ર બોઝ અને રાજેન્દ્રપ્રસાદ જેવા મહાનુભાવોએ તેમને સંશોધનકાર્ય
સ્વીકારવા અનુરોધ કર્યો.સંશોધન પ્રત્યે તેમને પ્રથમથી જ પ્રેમ હતો. આથી તેમણે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં સંશોધનનઈ જવાબદારી
સ્વીકારી. ભૌતિક્શાસ્ત્ર પર સંશોધન-પ્રયોગ કરતાં એક વખતે ભૌતિક-ખગોળ સમસ્યા ઊભી
થઇ.એના ઉકેલ રૂપે તેમણે ‘ થિયર ઓફ થર્મલ
આયોનાઇઝેશન ‘ શોધ નિબંધ લખ્યો.આ
ફોર્મ્યુલાની ખગોળશાસ્ત્રીઓ ગરમી, દબાણ, જેવી બાબતોની જાણકારી મેળવી શક્યા. માત્ર ૨૫
વર્ષની ઉંમરે કરેલા આ સંશોધનને એક ખ્યાતનામ ખગોળશાસ્ત્રીએ ખગોળની બારમી મહત્વની
શોધ તરીકે વર્ણવી છે. ઇ.સ. ૧૯૨૭માં તેઓ રૉયલ સોસાયટીમાં ફેલોતરીકે ચૂંટાયા. ગણિત
અને ભૌતિક ખગોળશાસ્ત્ર ઉપરાંત તેમને
પ્રાચીન ભારતીય ઇતિહાસ અને ભૂસ્તર શાસ્ત્રમાં પણ
રસ હતો.તેમને પથ્થરોની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવેલી.
તેમના ઘર આંગણેથી
પસાર થતી નદીમાં અવાર નવાર પૂર આવતું.પ્રારંભમાં તેઓ રાહત કામો કરતા પણ પછીથી તેમણે આ
પૂરનું મૂળ શોધીને પૂર નિયંત્રણ અંગેની નદી વેલી દરખાસ્ત તૈયાર કરેલ. આજે અમલમાં
એવી ભાખરાનાંગલ અને હીરાકુંડ બંધ યોજના તેમની એ દરખાસ્તના પરિણામ સ્વરૂપ છે.
દેશ-વિદેશમાં
અનેક માન-સન્માન મળવી ચૂકેલા ડૉ.મેઘનાદ શહા
‘ સાયન્સ એન્ડ કલ્ચર ‘ નામની પત્રિકાનું પ્રકાશન કરતા.તેમણે ‘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિજિક્સ ‘ ની પણ સ્થાપના કરેલી.ઇ.સ. ૧૯૫૨ માં તેઓ
પાર્લામૅન્ટ્ની ચૂંટણી બહુમતી થી જીતીને સંસદ સભ્ય બનેલા. એ પછી ચાર વર્ષ બાદ [.સ.
૧૯૫૬ ના ફેબ્રુઆરી માસની ૧૬ મી તારીખે ભારતના લબ્ધપ્રતિષ્ઠ વિજ્ઞાનીનું અવસાન
થયું.
No comments:
Post a Comment