Thursday 31 January 2013

પ્રો.એમ.એસ.ઠક્કર


પ્રો.એમ.એસ.ઠક્કર
             પ્રો.એમ.એસ.ઠક્કરનો જન્મ ઇ.સ. ૧૯૦૪ માં ભરતમાં થયો હતો.પ્રારંભથી જ તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. અને અભ્યાસ દરમિયાન તેમણે અનેક શિષ્યવૃતિઓ મેળવેલી. મુંબઇમાં પ્રથમ વર્ગ મેળવી ઉચ્ચ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લેન્ડ ગયા.
          ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ વિશ્વવિદ્યાલયમાં તેમણે ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો. ત્યાં તેમણે તેજસ્વી કારકિર્દી સાથે ઇલેક્ટ્રીક ઇજનેરની ઉપાધી હાંસલ કરી. ઇંગ્લેન્ડમાં જ તેઓ વીજક્ષેત્રના સંશોધન કાર્યમાં લાગી ગયા અને એ સાથે ક્ઠિન એવી ડૉક્ટર ઓફ સાયન્સની ઉપાધી હાંસલ કરી. તેઓ બ્રિસ્ટલ નિગમના વિદ્યુતવિભાગમાં ઇલેક્ટ્રીક ઇજનેર તરીકે જોડયા. આ ઉપરાંત તેઓ ત્યાંની અન્ય સંસ્થાઓના સભાસદ પણ બન્યા.
           ઇ.સ. ૧૯૩૧ માં તેઓ વતનની યાદ આવતાં અને ભારતમાં વીજ ક્ષેત્રીય ઉણપોદૂર કરવાની તીવ્ર  ઇચ્છાને લીધે તેઓ સ્વદેશ પાછા ફર્યા. આ સાથે જતેમની કલકત્તા વિદ્યુત સપ્લાય નિગમમાં સનદી અધિકારી તરીકે નિમણૂક થઇ. ત્યાં કેટલાક વર્ષોની શ્રેષ્ઠ કામગીરી બાદ તેઓ બૅગ્લોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટમાં   નિયામક તરીકે નિમાયા. અહીં પણ તેમણે પ્રસંનીય કામગીરી બજાવી છે.
         અભ્યાસ કાળ દરમ્યાન અને સંશોધન અર્થે તેમણે વિશ્વનઓ વ્યાક પ્રવાસ ખેળ્યો છે. વીજ ક્ષત્રીય સંશોધનો આધારિત તેમણે અને સંશોધન પત્રો લખ્યા છે. જેની દુનિયાભરની કોન્ફરન્સોએ નોંધ લીધી છે. તેમણે ભારતામાં વીજ ક્ષેત્રીય અનેક મુશ્કેલીઓ હલ કરી છે. આથી દેશમાં વધુને વધુ વિસ્તારોમાં વીજળી પહોંચી અને આ સાથે ઔધોગિક એકમો પણ સુદ્દ્ઢ બન્યા છે.
          તેમની આ શ્રેષ્ઠ કામગીરી ના કદર રૂપે મૈસૂર અને અન્નમલાઇ એમ બે યુનિવર્સિટીએ તેમને અલગ અલગ પી.એચ.ડી.ની ઉપાધીઓ અર્પણ કરી છે. તેમની સેવાઓને ભારત સરકાર પણ ભૂલી શકે એમ નથી. એટલે સરકારે તેમને ઇ.સ. ૧૯૫૬ ની ૨૬ મી જાન્યુઆરીએ પદ્મભૂષણ નો ખિતાબ આપી નવાજ્યા છે.

No comments: