Sunday 13 January 2013

વિજ્ઞાન


વિજ્ઞાન
એટલે વિવિધ જાતનું વિશેષ જ્ઞાન
         આપણે જાણીએ છી કે આજનો યુગ વિજ્ઞાન યુગ કહેવાય છે. આજે આપણે જે ભૌતિક સુખો ભોગવીએ છીએ તે બધા જ વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમનું પરિણામ છે.
          ભારતના વૈજ્ઞાનિકો વિજ્ઞાનના દરેક ક્ષેત્રના સંશોધન કરી આગળ રહ્યા છે. રસાયણવિજ્ઞાનઓ ગુજરાતમાં ઔધોગિકક્ષેત્રે  પયો ડૉ. ત્રિભુવનદાસ ગજ્જરે નાખ્યો. પરમાણુવિજ્ઞાન ક્ષેત્રે ડૉ. ભાભા અને ડૉ.વિક્રમ સારાભાઇ, આર્યુવેદ ક્ષેત્રે ઋષિ-મુનિઓ અને ઝંડુ ભટ્ટજી, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે રામાનુજમ અને આધુનિક સંદેશા વ્યવહાર ક્ષેત્રે  ડૉ.સામ પિત્રાડોએ આગવુંપ્રદાન કરેલ છે. શૂન્ય અને દશક પદ્ધતિની શોધ એ ભારતની શોધ માનવામાં આવે છે.
        આપણાં બાળકો ઉત્તમોત્તમ વૈજ્ઞાનિકો બને. આપણી શૈક્ષણિક સંસ્થાઓ વિજ્ઞાનના પ્રયોગોથી દિવસરાત ધમધમતી રહે, આફેવાનોતથા પ્રજા વિજ્ઞાનની અનિવાર્યતા સમજે અને પ્રોત્સાહન મળે તો આપણો દેશ વિશ્વનો સમૃદ્ધ બની શકે તેમ છે.
        શ્રીમદ ભગવત ગીતાના સાતમા અધ્યાયના બીજા શ્લોકમાં વિજ્ઞાન શબ્દ આવે છે. અને તેનું નામ જ્ઞાન-વિજ્ઞાન યોગ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે—
ज्ञान तेडहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ll
यज्ज्ञात्वा नेह भूयोडन्यज्ज्ञातव्यमयशिष्यते ll

No comments: