Wednesday 30 January 2013

પંચાનન મહેશ્વરી


પંચાનન મહેશ્વરી
          પંચાનન મહેશ્વરીનો જન્મ ઇ.સ. ૧૯૦૪ ના નવેમ્બર માસની ૯મી તારીખે રજસ્થાનમાં જયપુર શહેરમાં થયો હતો.તેમના પિતાની ઇચ્છા તેમને શક્ય તેટ્લી શ્રેષ્ઠ  કેળવણી આપવાની હતી. અને તે માટે તેઓ વધુ કલાકો કામ કરીને વધુ નાણાં એકઠાં કરતાં. પંચાનન મહશ્વ્રરી પાછળ તેમણે ગજા ઉપરાંતનું ખર્ચ ચોપડીઓ વસાવવા અને ઘેર નાની પ્રયોગશાળા ઊભી કરવા માટે કર્યુ હતું. ઇ.સ. ૧૯૨૧ના જુલાઇ માસમાં પી. મહેશ્વ્રરી અલ્હાબાદની ઇર્વિન કિશ્ચયન  કોલેજમાં વિજ્ઞાનશાખામાં દાખલ થયા. ત્યનાં વડા વીનફિલ્ડ ડ્યુજોન અમેરિકન પાદરી હતા. તેઓ જાણીતા વનસ્પતિશાસ્ત્રી અને ભારતીય વનસ્પતિ મંડળના આધસ્થાપક હતા. પંચાનન  મહેશ્વ્રરી  તેમના પ્રિય વિધાર્થી હતા.
         એમ. એસ.સી. થયા બાદ તેમણે ડ્યુજોનના માર્ગદર્શન નીચે સંશોધનકાર્ય હાથ ધર્યુ. તેમણે વનસ્પતિ ગર્ભાધાનના પ્રયોગોમાં સારી સફળતા મેળવી. પણ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસને વેગ મળ્યો. તેઓને સૌએ આધુનિક વનસ્પતિ ગર્ભાધાનશાસ્ત્રના પિતા તરીકે બિરદાવ્યા .તેમને કેટલાંક નવા છોડો પણ શિધી કાઢેલા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે ડૉક્ટર ઓફ સાયન્સની પદવી મેળવી. અલ્હાબાદ છોદતાં અગાઉ તેઓ ડ્યુજોનનો આભાર માનવા ગયા, ત્યારે પૂછ્યું,’તમે મારા માટે ઘણું કામ કર્યુ છે; હું તમારા માટે શું કરું ?’ ડ્યુજોને જવાબ આપ્યો તમારા માટે મેં જે કર્યુ છે તે તમે તમારા વિધાર્થીઓ માટે કરજો’. અને અનેક કોલેજોમાં અધ્યાપક તરીકે કાર્ય કરી એ જવાબદારીને  નિભાવતાં તેમણે અનેક વિધાર્થીઓને વનસ્પતિશાસ્ત્રમાં રસ લેતા કર્યા. ઇ.સ. ૧૯૪૯ માં તેઓ દિલ્હી વિશ્વવિધાલયમાં વનસ્પતિ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે નિમાયા તેમણે ૨૦૦ જેટલાં શોધપત્રો અને અનેક પુસ્તકો લખ્યાં છે.
          દેશ-વિદેશની અનેક વિજ્ઞાન અકાદમીના તેઓ સભ્ય હતા. ઇ.સ. ૧૯૫૧માં તેમણે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ મોર્ફોલોજિસ્ટ નામની સંસ્થાની અથાપનાકરી અને હાયટો મોર્ફોલોજિપ જર્નલના આજીવન તંત્રી પદે રહ્યા. ઇ.સ. ૧૯૫૪માં પેરિસની આંતરરાષ્ટ્રીય વનસ્પતિ- વિજ્ઞાન સભાના તેઓ વિભાગીય અધ્યક્ષ રહ્યા હતા.
          વનસ્પતિશાસ્ત્રમાં અર્પેલા મહત્વના પ્રદાનને લઇને તેમને બીરબલ સહાની અને સુંદરલાલ વોરા મેમોરયલ સુવર્ણ ચંદ્રકો  મળ્યા હતા. ઇ.સ. ૧૯૬૫માં તેઓ રોયલ સોસાયટીમાં ફેલો તરીકે ચૂંટાયા. પછીના વર્ષે મે માસની ૧૮મી તારીખે તેમણે દેહત્યાગ કર્યો. 

No comments: