Saturday 26 January 2013

પ્રફુલ્લચંદ્ર રોય


પ્રફુલ્લચંદ્ર રોય
        પ્રફુલ્લચંદ્ર રોયનો જન્મ રારુલીકટિપુરા ગામે (હાલ બાંગ્લાદેશમાં) તા. ૨-૮-૧૮૬૧ ના રોજ એક શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. જન્મથી જ તેમની તંદુરસ્તી નાજુક હતી, છતાં શિક્ષણ તેમણે કલકતાની હેયર શાળામાં લીધું હતું જ્યારે ઉચ્ચશિક્ષણ મેટ્રોપોલીટન કોલેજમાં લીધું હતું. આમ તો તેઓ સાહિત્યના ઉપાસક હતા. સંસ્કૃત, લેતિન, ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં તેમની નિપુણતા હતી. રાજનીતિ, અર્થશાસ્ત્ર અને ઇતિહાસમાંતેઓ ગહન જ્ઞાન ધરાવતા હતા. પણ એક દિવસ બેન્જામિન ફ્રેંક્લીન નામના વિજ્ઞાનીની આત્મકથા વાંચતાં તેઓ સાહિત્ય છોડી વિજ્ઞાન તરફ વળ્યા
.        ઇ.સ. ૧૮૮૨ માં ગિલક્રાઇસ્ટ શિષ્યવૃતિ મેળવી તેઓ ઇંગ્લેંડ ગયા અને ત્યાંના એડીનબર્ગ મહાવિધાલયની ‘ડૉક્ટર ઓફ સાયન્સ ની પદવી પામ્યા.ઇ.સ.૧૮૮૮ માં ભારત પાછા ફર્યા. કલકતાની પ્રેસિડંસી કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી. સાથોસાથ તેઓ રાસાયણિક સંશોધનોમાંપણ કાર્યરત રહ્યા. ઇ.સ. ૧૮૯૬ માં તેમણે મરક્યુરસ નાઇટ્રાઇટ નામના નવિન રસાયણની શોધ કરી.
          બેરોજગારોને રોજગારી પૂરી પાડવાની પ્રબળ ઇચ્છાને લઇને તેમણે બેંગાલ કેમિકલ વર્ક્સ નામનું કરખાનું નાખ્યું. રસાયણશાસ્ત્રનાં સંશોધનોમાં આગળ વધતાં તેમણે ઢોરનાં હડકામાંથી ફોસ્ફેટ ઓફ લાઇમના પાસાદાર સ્ફટીક મેળવ્યા.એ મજજાતંત્રના ઔષધ તરીકે ઉપયોગી પુરવાર થયેલ છે. અગાઉ પરદેશથી આયાત થતું આ ઔષધ ઘરઆંગણે ઘણું સસ્તું પડ્યું.
          મહાત્મા ગાંધીના મિત્ર એવા પ્રફુલ્લચંદ્ર રોય આજીવન અપરિણીત રહ્યા હત. તેઓ પોતાની જાત માટે સહેજ પણ બિનજૂરી ખર્ચ કરતા નહોતા. પરંતુ જરૂરિયાતવાળાં માણસોને તેમણે લાખો રૂપિયા આપ્યા હતા.
          કલકતા મહાવિધાલયને તેમણે વૈજ્ઞાનિક સંશોધન માતે હજારો રૂપિયાનું અનુદાન આપ્યું હતું. તેમણે લખેલા ગ્રંથ ભારતીયરસાયણશાસ્ત્ર નો ઇતિહાસ ને ખૂબ પ્રસિધ્ધિ મળી હતી.તેમની ઇચ્છા સ્વતંત્ર ભારતમાં ઉધોગો સ્થાપીને લોકોને રોજગારી પૂરી પાડી આર્થિક રીતે સધ્ધર બનાવવાની હતી. પણ ભારત સ્વતંત્ર થાય તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું.
            તા.૬-૭-૧૯૪૪ ના રોજ તેમનું મૃત્યુ થયું. ત્યારે આ મહાન દેશભક્ત અને રસાયણશાસ્ત્રના પિતા સમાન વિજ્ઞાનીને ગુમાવવાનું દુ:ખ સમગ્ર રાષ્ટ્રે અનુભવ્યું.  

No comments: