Tuesday 29 January 2013

ડૉ.એમ.એસ. કૃષ્ણન


ડૉ.એમ.એસ. કૃષ્ણન
            ડૉ. મહારાજાપૂરમ સીતારામ કૃષ્ણનનો જન્મ ઇ.સ. ૧૮૯૮ ના ઓગસ્ટની ૨૪મીએ મદ્રાસ ખાતે થયો હતો. તેઓ બાળપણથી જ તેજસ્વી અને ખંતીલા હતા. શાળા અભ્યાસ દરમ્યાન જ તેમણે ઝળહળતી સફળતાને લીધે અનેક શિષ્યવ્રુતિઓ મેળવી હતી.
             શાળા અભ્યાસ બાદ મદ્રાસ વિશ્વવિધાલયમાં પ્રથમ બી.એ. અને ત્યારબાદ એમ. એ. ની ઉપાધિ હાંસલ કરી. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં લંડન વિશ્વવિધાલયમાં વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ત્યાં તેમણે ભૂસ્તર – વિજ્ઞાનક્ષેત્રે  પીએચ. ડી. ની પદવી મેળવી અને સફળ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ભારત પાછા ફર્યા.
            ભારતમાં તેમની સેવાઓથી પ્રભાવિત થઇને સરકારે ભારતીય ભૂસ્તર મોજણી વિભાગમાં ભૂ-વિજ્ઞાની તરીકે નિમણૂંક કરી. ત્યાં તેઓએ ભૂસ્તર-મોજણી કરી ભૂગર્ભ રચનાઓનું એક સંગ્રહસ્થાન ઊભું કર્યું. આ રચનાઓ ક્યારે અને કઇ રીતે ઉદભવી હશે તેની મહત્વની કડી મેળવી. ક્યા અવશેષો કેટલા જૂના છે આ જાણકારીને લીધે ભૂસ્તરશાસ્ત્રમાં સમ્રુધ્ધ ઇતિહાસ રચાયો.
            ઇ.સ. ૧૯૫૧ થી ૧૯૫૫ સુધી તેઓ ભૂસ્તર-મોજણીના નિર્દેશક તરીકે રહ્યા અને ભારતના પેટાલમાં રહેલા ખનીજો અંગે વ્યાપક કાર્ય હાથ ધર્યુ.
           ઇ.સ. ૧૯૫૬માં તેઓ રાષ્ટ્રીય સાયન્સ કોંગ્રેસમાં ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા અને ભૂસ્તરશાસ્ત્રના સંશોધનને લૈને દુનિયાનો વ્યાપકપ્રવાસ કર્યો. આમ તેઓ એક અગ્રણી ભૂવિજ્ઞાનીતરીકે પ્રસસ્તિ પામ્યા.
            ભૂવિજ્ઞાન અને ખનીજઉધોગ પર તેમણે ૧૫૦ જેટલાં સંશોધનપેપર લખ્યાં. અને જીવનના અંત સુધી હૈદરાબાદ ખાતેની નેશનલ ફિઝિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો.          

No comments: