2.અપાલા
અગ્નિની સાક્ષીએ ફેરા ફરતી વેળાએ
પતિપત્ની દરેક સંજોગોમા એકબીજાને સાથ આપવાનુ વચન આપે છે. પરંતુ આ વચનનો ભંગ થાય
ત્યારે ?
ક્રુશાશ્વ અને અપાલા .........
પરુષ્ણી નદીના કિનારે રહેતા આ પતિપત્ની
માટે પર્નકુટિર જ ઘર હતું અને એ જ પ્રેમનગર ! ક્રુશાશ્વ ઋષિ હતા. શાસ્ત્રોમા
પારંગત. અપાલા અત્રિ ઋષિની દીકરી હતી. વેદવેદાંગમાં નિપુણ. ક્રુશાશ્વ વિદ્વાન.
અપાલા વિદુષી. બેય ધર્મિક અને આધ્યાત્મિક ચર્ચા કરતાં. પરસ્પરનો સાથ ઝંખતા. પોતે
જનમ જનમ ના સાથી હોવાનો અને એક બીજા માટે સર્જાયા હોવાનીઅનુભુતિ એમને પળે પળે થતી. અપલ શાસ્ત્રચર્ચામાં આગળ હતી તો પતિ
સેવામાં પણ પાછળ ન હતી. એ કાર્યેષુ મત્રી,ચરણેષુ દાસી,શયનેષુ રંભાને ભોજનેષુ માતા હતી. ઘરમાં ભૌતિક
સમૃદ્ધિ ઓછી હતી, પણ સંસારમાં
સુખનો દરીયો ઘુઘવાતો હતો !
પરંતુ કહેવાય છે ને કે
એકસરખા દા’ડા સુખના કોઇના જાતા નથી ! ક્રુશાશ્વ અને અપાલા
સાથે એવું જ થયું . દરિયામાં ભરતી પછી ઓટ આવે છે.એમ દંપતીના સંસાર સમુદ્ધમાં સુખની
ભરતી પછી દુ;ખની ઓટ આવી. પતિપત્નીની ખુશીને ગ્રહણ લગાડવા
અપાલાના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. ક્રુશાશ્વ અપાલાથી અળગા થઇ ગયા. અપાલા બધું જ
સમજતી હતી, પણ એને શ્રધ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં
ગુણની કદર કરશે. કૃશશ્વ અતિ જ્ઞાની હતા એ જાણતા હતા કે બાહ્ય રૂપ કરતાં આંતરક
સૌંદર્ય જ મહત્વનું છે.ચાતાં અપાલા સાથેના સંબંધોમાં તેમણે અંતર ઊભું કરી
દીધુ.દરેક સંજોગોમાં પત્નિને સાથ આપવાના વચનનો તેમણે ભંગ કર્યો.તેમના વાણી, વર્તન અને વ્યવહાર બદલાઇ ગયા. અપાલા બધુ જ સમજતી
હતી.પણ તને શ્રદ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં ગુણ ની કદર કરશે.આવા મનોભાવમાં રાચતી અપાલાએ એક દિવસ સાહસ કરી ને પતિને પૂછી લીધું:
સ્વામી મારા ત્વચાના રોગને કારણે આપ મારાથી છેટા રહો છો.
“હા પ્રિયે ...કૃશાશ્વે નિખાલસતાથી એકરાર
કર્યો.: હું જાણું છું કે તું ગુણવંતી અને શીલવંતી છે. એટલે જ તો હું તારા પ્રત્યે
આકર્ષાઉ છું,પન તારા ચહેરાના ચાઠાં મને તારી પાસે આવતા અટકાવે છે. અપલને આઘાત લાગ્યો. ગુણને બદલે રૂપ ઝંખનાર પતિ જ્ઞાની હોવા છતાં એની નજર માં પામર બની
ગયા. એ જ ક્ષણે એને પતિ ગૃહ છોડ્યું. એ પિયર પાછી આવી.
અપાલાએ પોતાના પિતાના ઘરમાં રહી
ઇન્દ્ર દેવ ની તપસ્યા કરવાનો નિર્ધાર કર્યો.ઇન્દ્રને સોમરસ પ્રિય હોય છે તેથી
અપાલાએ સોમરસ પ્રાપ્ત કર્યો.પછી ઇન્દ્રની સ્તુતિ કરી.અપાલા આત્રેયીની આ સ્તુતિના
સાત મંત્રને ઋદ્વેદના આઠમા મંડળના ૯૨ મા સૂક્તમાં સ્થાન મળ્યું છે.
અપાલાની સ્તુતિથી પ્રસન્ન થઇ ઇન્દ્રદેવ પ્રગટ
થયા. સોમરસનું પાન કરીને બોલ્યા : પુત્રી માંગ માંગ માગે તે આપું
!અપાલાએ બે હાથ જોડીને કહ્યું કે : દેવ ! ચિંતાને કારણે મારા પિત ના વાળ
ખરી ગયા છે તે ફરી ઉગે,પિતાના ખેતરો ફળ દ્રુપ તથા ઉપજાઉ બને અને મારો
રોગ દૂર થાય.
તથાસ્તુ કહીને ઇન્દ્ર દેવ અંતર્ધાન
થયા અને એ સાથે અપાલાની ત્રણે ઇચ્છા પૂરી
થઇ .:અત્રિ ઋષિના ખેતરો ધનધાન્યથી લહેરાવા લાગ્યા અને અપાલા રોગ મુક્ત થઇ.રૂપ રૂપ
નો અંબાર બનીને એઘેર પાછી ફરી ત્યારે જ પશ્વાતાપથી પીડાતા કૃશાશ્વ
પણ ત્યાં આવી પહોંચ્યા.ભૂલનું ભાન થતાં એ અપાલાને લેવા આવ્યા હતા.અપાલાએ
મોટુ મન રાખીને પતિને માફ કર્યા.
No comments:
Post a Comment