Thursday 6 June 2013

૫ મી જુન

રોય ટોમસન

                રોય ટોમસનનો જન્મ તા. ૦૫-૦૬-૧૮૯૪ના રોજ થયો હતો. નાનપણથી જ ધનાઢ્ય બનવાના સ્વપ્નાઓ જોતો હતો. કોલસાની એક ખાણમાં કારકુન તરીકે નોકરી સ્વીકારી. એ પછી રોયે 'સર્વિસ સપ્લાઇઝ લિમિટેડ' નામની નવી કંપની ઊભી કરી. નવા રેડિયો અટેશનના સારા પ્રસારણ દ્ધારા તેઓની ખ્યાતિ ચોમેર પ્રસરી. ત્યાં વળી એક છાપખાનું ખરીદી દૈનિકપત્ર પ્રસિદ્ધ કરવા માંડયું. સ્કૉટલેન્ડ અને ઇંગ્લેન્ડ્માં પણ અનેક અખબારો ખરીધા. જેમાં અતિ પ્રસિદ્ધ 'ધી ટાઇમ્સ' નો પણ સમાવેશ થતો હતો. જગતભરના જુદા જુદા દેશોમાં મળીને ૧૮૩ દૈનિકપત્રો, ૧૩૮ સામાયિકો, ૭ પુસ્તક પ્રકાશન સંસ્થાઓ, ૧૯ મુદ્રણ કંપનીઓ, ૧૧ હોટલો, ૧૪ બોંઇગ વિમાનો, ૭ રેડિયો સ્ટેશન અને ૧૬ ટેલીવિઝન સ્ટેશનનો સુધી પોતાનું વિશાળ સામ્રાજ્ય ફેલાવેલું હતું. ૧૯૭૬માં ૮૨ વર્ષની વયે પ્રકાશન જગતના આ બેતાજ બાદશાહની જીવનલીલા પર પડદો પડ્યો

No comments: