Saturday 22 June 2013

૧૮ મી જુન

રાણી લક્ષ્મીબાઇ

              ઝાંસીના મહારાણી વીરાંગના. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની વીરત્વની મૂર્તિ લક્ષ્મીબાઇનો જન્મ વારાણસીમાં ઇ. .૧૮૫૩ માં થયો હતો. પાણીદાર સ્વભાવને કારણે સૌ તેને બચપણમાં છબીલી કહેતા. તેમના પતિ ગંગાધરરાવનું ઓચિંતુ અવસાન થતા લક્ષ્મીબાઇ પર વજ્રઘાત થયો. અંગ્રેજ અમલદારોએ લક્ષ્મીબાઇ પાસેથી ઝાંસી ખૂંચવી લઇ ખાલસા કર્યું. તે ત્યારે એટલું જ બોલી હતી : મેરીઝાંસી નહિ દૂંગી રાણીને માસિક પાંચ હજાર રૂપિયાનું પેન્શન  આપવા માડ્યું જેનો રાણીએ અસ્વીકાર કર્યો પછી તો તે ખૂબ બહાદૂર નીવડી. એણે અંગ્રેજ સામે ટક્કર લીધી. એણે અંગ્રેજો સામે હુમલો કરીને ઝંસી પાછુ લઇ લીધું. બે હાથમાં ખુલ્લી તલવાર અને મોંમા ઘોડાની લગામ લઇ રાણીએ જે પરાક્રમ દાખવ્યું તેનો જોટો જગત ભરના ઇતિહાસમાં નથી. 

No comments: