Thursday 6 June 2013

૩ જી જુન

યોગીજી મહારાજ

             બ્રહ્મસ્વરૂપ સ્વામી શ્રી યોગીજી મહારાજનો જન્મ તા. ૦૩-૦૬-૧૮૯૨ના રોજ અમરેલી પાસેના ધારી ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ ઝીણાભાઇ હતું. સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી જૂનાગઢમાં સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને તેમને પાષદ દીક્ષા આપી. યોગીજી મહારાજ સાત સંતો સાથે જૂનાગઢનું મંદિર છોડી શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયના વિસ્તાર માટે તેમણે કમર કસી. શ્રીજી મહારાજના વચનામૃત રૂપ 'વેદરસ'નું પુસ્તક ફરીથી છપાવ્યું. ગુરુની જન્મ શતાબ્દિ પર 'યજ્ઞપુરુષ સ્મૃતિ' એ નામનો ગ્રંથ પ્રગટ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવનવૃતાંત ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કર્યું. સેંકડો પારાયણો અને જ્ઞાનશિબિરો યોજીને લાખો શિષ્યોને સત્સંગોનો લાભ આપ્યો. તેઓ કહેતા : ' યુવકો મારું હ્રદય છે '.. ૧૯૭૧માં ' જય સ્વામિનારાયણ ' કહી છોડી અંતર્ધાન થયા.   

No comments: