Wednesday 5 June 2013

૧૭ મી મે

પંચાનન મહેશ્વરી

                 પ્રો. પંચાનન મહેશ્વરીનો જન્મ ઇ. . ૧૯૦૪ ના રોજ જયપુરમાં થયો હતો. પ્રો. મહેશ્વરીની નિયુક્તિ સર્વપ્રથમ વનસ્પતિશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે આગ્રા કૉલેજમાં થઇ ત્યારબાદ વિજ્ઞાન વિધાશાખાના અધ્યક્ષ તરીકે તેમણે સેવા બજાવી. વનસ્પતિનું આકૃતિ વિજ્ઞાન તથા ભ્રૂણ વિજ્ઞાન તેના પ્રિય વિષયો હતો. તે વિષયો પર લગભગ ૩૦૦ થી વધુ શોધલેખ પ્રકાશિત કર્યા હતા ! પ્રો. મહેશ્વરીની સૌથી રોચક શોધ હતી ટેસ્ટટયુબમાં બીજોની ઉત્પતિ. વૃક્ષ ભ્રૂણ વિજ્ઞાનથી પંચાનને ટેસ્ટટયૂબ બેબીનો જન્મનો આધાર પ્રસ્તુત કર્યો. શ્રી  પંચાનન ભારતીય વિજ્ઞાન અકાદમી, ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા અને ભારતીય વનસ્પતિ સંસ્થાના ફેલો તેમજ અમેરિકન કલા વિજ્ઞાન અકાદમીના સન્માનીત વિદેશી સભ્ય હતા ! ૧૭ મે, ૧૯૬૬નો રોજ નિધન થયું.   

No comments: