Wednesday 5 June 2013

૧૧ મી મે

જગન મહેતા
               મહાન તસવીરકાર જગન મહેતાનો જન્મ ૧૧-૦૫-૧૯૦૯ના રોજ વિરમગામમાં થયો હતો. કેમેરાનો ઉપયોગ કરતા શીખ્યા ત્યારે તેમણે પ્રથમ તસવીર નાનકડા બોક્સ કેમેરાથી રાષ્ટ્રપિતા ગાંધીજીની જ પાડી હતી. બિહારની ગાંધીજીની પ્રવૃતિઓ તેમણે પોતાના કેમેરામાં કંડારી લીધી.

               પંચમહાલથી માંડીને ડાંગ જિલ્લા સુધી આદિવાસીઓની આખી પટ્ટી વિસ્તરેલી છે એ પટ્ટીમાં ખૂબ રખડપટ્ટી કરી હતી અને અર્ધનગ્ન આદિવાસીઓની કારમી ગરીબી પણ તેમણે પોતાની તસવીરોમાં ઝીલી લીધી હતી. ભારવર્ષના ભવ્ય મંદિરો, તીર્થસ્થાનો, ગુફાઓમાં જળવાઇ રહેલા શિલ્પ સ્થાપત્યની ફોટોગ્રાફી લઇને વારસાના જતનમાં પણ તેમણે અનેરું યોગદાન આપ્યું છે. મુંબઇ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં ફોટોગ્રાફી વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. ૯૪ વર્ષની ઉંમરે અમદાવાદના વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર શ્રી જગન મહેતાનો દેહ વિલય થયો.

No comments: