Sunday, 9 June 2013

૧૦ મી જુન

સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ કલાપી

                રાજવી કવિ સુરસિંહજીનો જન્મ ઇ. ૧૮૭૪માં થયો હતો. સોળમે વર્ષે લાઠીના આ રાજવીએ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યાં. રમાની સાથે જ દાસી તરીકે આવેલી સાત-આઠ વર્ષની નાની બાલિકા મોંઘીથી રાજવી પ્રભાવિત થઇ ગયા તેને ભણાવી-ગણાવીને મોંઘીમાંથી શોભના બનાવી. જેને એ પોતાની હ્યદયસામગ્રી માનવા લાગ્યા. પ્રેમ અને ફરજ વચ્ચેની યુદ્ધભૂમિના મંથનો તેમના કાવ્યોમાં વ્યક્ત થયાં. કુદરતના ભર્યાભર્યા સૌંદર્યે તેમની સાહિત્યસાધનાને સમૃદ્ધ બનાવી. સૌની સંમતિથી શોભના સાથે લગ્ન કર્યા. કવિ કલાપીએ કલાપીનો કેકારવ’, કાશ્મીરનો પ્રવાસ’, કલાપીનીપત્રધારા માલાઅને મુદ્રિકા’, નારી હ્યદય વગેરે સાહિત્યકૃતિઓ ગુજરાતને ચરણે ધરી. ૧૦-૦૬-૧૯૦૦ના રોજ ટૂંકી માંદગી ભોગવીને તેઓ અવસાન પામ્યા.

No comments: