Wednesday 5 June 2013

૧૩ મી મે

સર રોનાલ્ડ રોસ
                 મેલેરિયા તાવના મચ્છરોના શોધક રોનાલ્ડ રોસનો જ્ન્મ ૧૩-૦૫-૧૮૭૫ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ આલ્મોડામાં થયો હતો. બાર વર્ષની વયે તેણે પિયાનો વગાડવાનો કાકા પાસેથી પ્રેરણા મેળવી દેડકાં, ગરોળી, સાપ વગેરે પકડીને સંગ્રહ કરવાનો, ચિત્રકલા અને ગણિતશાસ્ત્રમાં રસ રુચિનો અને ફૂટબોલની રમતોમાં રસ લેવાનો વગેરે વિવિધ શોખ તેણે કેળવ્યા. ઇંગ્લેન્ડ  જઇ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી. સૂક્ષ્મ અવલોકનથી પ્રેરિત થઇ તેઓ મેલેરિયાના જંતુઓના સંશોધનમાં લાગી ગયી. રોનાલ્ડ રોસને આ સંશોધન માટે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું અને અનેક સન્માનસમારંભો યોજાયા હતા. તેમણે વિજ્ઞાન અને વિકાસ નામનું સામયિક પણ ચલાવ્યું. ૭૫ વર્ષની વયે અથાક પરિશ્રમને કારણે તેઓ અવસાન પામ્યા.
સ્થપતિ પ્રભાશંકરભાઇ સોમપુરા
        આધુનિક યુગના મહાન સ્થપતિ પ્રભાશંકરભાઇનો જન્મ તા. ૧૩-૦૫-૧૮૯૬ના રોજ પાલિતાણા મુકામે થયો હતો. ગુજરાતના સોમનાથ મંદિરના પુનરોદ્ધાર અને નવનિર્માણનું કાર્ય પ્રભાશંકરભાઇની દેખરેખ હેઠળ થયું હતું. તેઓ તેના મુખ્ય સ્થપતિ હતા. આ મંદિર ઉપરાંત અંબાજી મંદિર, શામળાજી મંદિર, પાટણનું જૈન મંદિરો વગેરે સ્થળોએ સોમપુરાની શિલ્પકળાનાં દર્શન થાય છે.

       પ્રભાશંકરભાઇએ  શિલ્પશાસ્ત્રના શાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ કર્યો. શિલ્પશાસ્ત્ર અંગેના અગત્યના ગ્રંથો જેવા કે આપતત્વ', કેશવરાજ', પ્રસાદમંડન' વગેરેના અધ્યાયો એમને મુખપાઠ હતા. ભારત સરકારે તેમને  પદ્મશ્રીનો ખિતાબ આપી કદર કરી હતી.  

No comments: