Tuesday, 14 April 2020

25 મી નવેમ્બર


ગુણવંતરાય આચાર્ય

          સાગર-સાહસની નવલકથાઓ લખનાર ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસરમાં થયો હતો. મેટ્રિક થઇ મુંબઇમાં પત્રકાર બનવાની તાલીમ મેળવવી શરૂ કરી. અને અનેક વર્તમાનપત્રોના તંત્રી વિભાગમા કામ કર્યા બાદ લેખન જીવનની શરૂઆત કરી. પીરમનો પાદશાહ અને સોરઠીએ સમશેર નવલકથાઓથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા  ધ્રુવાદેવી સુધી અવિરત ચાલ્યા કરી છે. ખૂબ લોકપ્રિય થયેલી દરિયાલાલ નવલકથાને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. જાસૂસી નવલકથાપણ તેમણે લખી હતી. ટૂંકી વાર્તાના બારેક સંગ્રહો તેમણે પ્રસિદ્ધ કર્યા હતા. તા. 25.11.1965 ના રોજ તેમનું અવસાન થયું.     

23 મી નવેમ્બર


સર જગદીશચંદ્ર બોઝ

                       જગદીશચંદ્ર બોઝનો જન્મ બંગાળના એક ગામડામાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ લઇ તેઓ કેમ્બ્રિજ ગયા અને સ્વદેશ આવતાં જ તેઓ ભૌતિક વિજ્ઞાનના અધ્યાપક તરીકે નિમાયા. તેમના છપાતા લેખોની ગરિમા જોઇ લંડનની યોયલ સોસાયટીએ તેમને ડી.એસ.સી.ની. પદવીથી નવાજ્યા હતા. તેમણે સૂચવ્યું કે વનસ્પતિઓને પણ પ્રાણીઓના જેવું જીવન છે. અને લાગણીતંત્ર પણ છે. શ્રે બોઝને વાયરલેસ ટેલિગ્રાફીના જનક પણ માનવા જોઇએ. જિંદગીભર આ મહાપુરુષ  વિજ્ઞાનને સમર્થિત રહ્યા. તા. 23.11.1937 ના રોજ તેમનું અવસાન થયું.

24 મી નવેમ્બર


વોલ્તેર

       ફ્રેંચ દાર્શનિક વોલ્તેરનો જન્મ પેરીસ ખાતે તા.24.11.1664 ના રોજ થયો હતો. પ્રથમથી જ સ્પષ્ટ વક્તા હતા. શાહી દરબાર વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવા માટે તેમને કેદખાનામાં જવું પડ્યું હતું. વાણી સ્વાતંત્ર્યના આ ઝંડાધારી ક્રાંતિકારીએ ઝુદિગ’, કેંડિડ’, લા માઇક્રોમેઘ જેવા અનેક વિશ્વવિખ્યાત પુસ્તકો લખ્યા હતા. તેમણે એક ખાનગી થિએટર પણ બનાવ્યું હતું. એક પ્રખર સાહિત્યકર તરીકે વિશ્વની અનેક ભાષાઓમાં એમના પુસ્તકો ભાષાંતર થયાં. ઇ.સ. 1778માં તેમનું અવસાન થયું.

Sunday, 12 April 2020

22 મી નવેમ્બર


ઝોન એફ.કેનેડી


          રાષ્ટ્રપ્રમુખ જહોન કેનેડીનો જન્મ અમેરિકાના આયરીશ કુંટુંબમાં થયો હતો. સ્નાતક થઇ પિતાના પ્રેરણા અને પ્રયાસથી વિશ્વના અનેક દેશોનો એમણે પ્રવાસ કર્યો. તેમણે “Why England splet” નમે મહા નિબંધ પ્રગટ કર્યો જેની હજારો નકલો બ્રિટનમાં અને અમેરિકામાં ખપી ગઇ. તેમણે નૌકાદળમાં  જગ્યા મેળવી. એમની એ વીરતાને અમેરિકન નૌકાદળે નેવીઅને મરીનકોરના ચંદ્રકથી નવાજી હતી. તેઓએ રાજકારણમાં રસ દાખવીને 1960 માં રીચાર્ડ નીકસન સામે વિજય મેળવી તે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઇ આવ્યા.  સાહિત્ય સર્જન માટેનું અમેરિકાનું પુલિત્ઝર પારિતોષિક મળ્યું હતું. તા.22.11.1963 ના રોજ તેમની હત્યાનો દુ:ખદ પ્રસંગ બન્યો.

21 નવેમ્બર


રંગ અવધૂતજી

         દત્ત ઉપાસના પ્રસારક શ્રી રંગઅવધૂતનો જન્મ 21-11-1898 માં ગોધરા ખાતે થયો હતો. નાનપણથી જ રાત-દિવસ દત્તના જ વિચારો આવે અને આંખમાંથી આસું સારતા રહે. બળક પાંડુરંગને લાગ્યું કે કોઇ દૈવીશક્તિ તેમનામાં સારા જીવનનું ઘડતર કરી રહી છે. કોલેજના અભ્યાસ દરમિયાન પણ તેમનો સંત સમાગમ અને અધ્યાત્મ સાધના સમાંતરે ચાલતા રહ્યાં. ભણવામાં અગ્રેસર આ બાળકે સંસ્કૃત અને અંગ્રેજીમાં બન્નેમાં પ્રભુત્વ મેળવ્યું. અમદાવાદનીએક શાળામાંશિક્ષક બન્યા. તેમનું ગીર્વાણ ભાષા પ્રવેશ નામનું પુસ્તક અજોડ ગણાય છે. હિંદીમાં દત્તાષ્ટક અને સંસ્કૃતમાં દત્તરણાષ્ટકમ્ પણ રચાયું. આ સંતનું ગુજરાતમાં વિશિષ્ટ પ્રદાન છે. તેમણે દત્ત ઉપાસના ગામે ગામ પહોંચાડી. ગુરુ લીલામૃત એમનો છેલ્લો ગ્રંથ તો જાણે મહાકાવ્ય જેવો બન્યો છે. નાગેશ્વરથી હરિદ્વારગયેલા શ્રી રંગ અવધૂતે ત્યાં જ દેહત્યાગ કર્યો.

20 મી નવેમ્બર


મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત

       ઉત્તમ ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યોના સમર્થ કવિ શ્રી કાન્ત નો જન્મ સૌરાષ્ટ્રમાં લાઠી પાસેના ચાવંડ ગામે તા. 20.11.1867 ના રોજ થયો હતો. તેઓ હિંદુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા.પંદર વર્ષની વયે તો દલપતરામની શૈલીની કવિતા લખવા માંડી હતી. કવિ કાન્ત મહારાજા ભાવસિંહજીના પ્રીતિપાત્ર હતા. પોતાનાંકાવ્યોનો સંગ્રહ પૂર્વાલાપ’ નામે પ્રગટ કરવા છાપખાનામાં મોકલ્યો અને પોતે કાશ્મીરની મુસાફરીએ નીકળ્યા. ત્યાંરસ્તામાં લાહોર પાસે ટ્રેનમાં ઇ.સ. 1923 માં અવસાન પામ્યા.

Saturday, 11 April 2020

19 મી નવેમ્બર


શ્રીમતિ ઇન્દિરા ગાંધી

        ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા પ્રિયદર્શિની નો જન્મ તા. 19.11.1917 ના રોજ અલ્હાબાદમાં થયો હતો. માત્ર 12 વર્ષની વયે એમણે અસહકારની લડતમાં ' વાનરસેના ' નું નેતૃત્વ કર્યં હતું. કોંગ્રેસમાં જોડાઇ તેમણે પારસી યુવાન ફિરોજ ગાંધી  સાથે લગ્ન કર્યા. પિતા જવાહરલાલ નહેરું વડાપ્રધાન પદે હતા ત્યારથી જ તેમને રાજકીય શિક્ષણ મળવા લાગ્યું હતું. .. 1966 માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા.રશિયા સાથે 20 વર્ષની મુદ્દતના મૈત્રી કરાર કરી વિદેશનિતીના ક્ષેત્રમાં એક નવી જ દિશા ઉઘાડી. દેશ પર લાદેલી કટોકટીની સ્થિતીને પરિણામે એમનો સજ્જડ પરાજય થયો હોવા છતાં પુન સત્તા હાંસલ કરીનેએ સાબિત કરી આપ્યું કે, વણસેલી પરિસ્થિતીને નિયંત્રણમાં રાખવાની તેમનામાં જબરદસ્ત શક્તિ હતી. તેમના જ બે સુરક્ષાકર્મીઓએ ઇન્દિરા ગાંધીને ગોળીથી વીંધી નાંખ્યા.  

Thursday, 9 April 2020

9 મી નવેમ્બર

શ્રીમદ્ રાજચંદ્ર

                ગાંધીજીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા છે તેવા શ્રીમદ રાજચંદ્રનો જન્મ તા.09.11.1867 ના રોજ સૌરાષ્ટ્રના વાવણિયા ગામમાં થયો હતો. તે દિવસે દેવદિવાળી હતી. તેમનું સાચું નામ રામચંદ્ર હતું. પ્રાથમિક શિક્ષણ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં પૂરું કરી આઠ વર્ષની ઉંમરે કવિતા લખવાનું પણ શરૂ કર્યું હતું. 
                   માત્ર 20 વર્ષની ઉંમરે 'શતાવધની' બન્યા. તેઓ સાચા અર્થમાં 'સંસારી યોગી' હતા. તેમણે 'આત્મસિદ્ધિ-શાસ્ત્ર' નામના અદ્વિતીય ગ્રંથની રચના કરી હતી. ' નેમિરાજ' નામનું પાંચ હજાર શ્લોકોનું એક મહા કાવ્ય પણ લખ્યું હતું. તેમણે 'મોક્ષમાળા' અને 'પુષ્પમાળા' નામના વિચાર પ્રેરક ગ્રંથોની પણ રચના કરી હતી. 

18 મી નવેમ્બર

જયંતિ દલાલ

                       ગુજરાતી રંગભૂમિના મૂર્ધન્ય દિગ્દર્શક,નવલકથાકાર, નાટ્યલેખક શ્રી જયંતિ દલાલનો જન્મ  તા.18.11.1909 માં અમદાવાદમાં થયો હતો. ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ સામે સૌ પ્રથમ આંદોલન ચલાવેલું. તે છેક મહા ગુજરાતની સ્થાપના અંગે ચળવળમા પણ તેઓ અગ્રેસર રહ્યા. 'ગતિ' સાપ્તાહિક અને 'રેખા' માસિક પત્રો તેમણે સંભાળેલા તો શહેરી સમાજનું માર્મિક દર્શન એમના સાહિત્યનો મુખ્ય વિષય હતો. 'આ ઘેર પેલે ઘેર' , 'અડખે પડખે' વગેરે એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ' આભલાનો ટુકડો' , 'મુકમ કરોતિ' જેવી વાર્તાઓ અને ટોલ્સટોય કૃત 'યુદ્ધ ને શાંતિ' જેવા અનુવાદ આપેલ છે. રંગભૂમિ ઉપરાંત રેડિયો માટે પણ એકાંકી લખ્યા છે. 61 વર્ષની વયે એમનું અવસાન થયું.  

Sunday, 5 April 2020

16 મી નવેમ્બર


શિવકુમાર જોશી
                       
         ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર શિવકુમારનો જન્મ તા.16.11.1916 ના રોજ અમદાવાદમાં થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ તેમણે અમદાવાદમાં લીધું અને અમદાવાદમાં કાપડના ધંધામાં ઝંપલાવ્યું. 'કંચુકીબંધ', 'અનંગરાગ', 'ઊડી ઊડી જાય પારેવાં' અને 'સોનછાંંય' જેવી 28 નવલકથાઓ લખી હતી. ઉપરાંત 250 જેટલી ટૂંકી વાર્તાઓ તથા 14 વાર્તા સંગ્રહો તેમણે પ્રકાશિત કર્યા હતા. રંગમંચ પર અભિનય આપવામાં, દિગ્દર્શનમાં તથા સંગીતમાં પૂરો રસ લીધો અને ગુજરાતી તેમજ હિન્દી રંગભૂમિ પર 40 વર્ષ છવાઇ રહ્યા. રેડિયો નાટકો પર પણ તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો હતો. ગુજરાત સરકાર અને સાહિત્યિક સંસ્થાઓએ કુમાર ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરી વિભૂષિત કર્યા હતા. તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. 'જોવીતી કોતરો ને જોવી તી કંદરા' માં વિશ્વયાત્રાનું વર્ણન છે. તેઓ ગુજરાતી સાહિત્યના પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ બન્યા હતા. ઇ.સ. 1988 માં તેમનું અવસાન થયું.    

17 મી નવેમ્બર


શ્રી માતાજી
         મહર્ષિ અરવિંદના પટ્ટશિષ્યા શ્રીમતિ મીરા અલ્ફોંઝેનો જન્મ પેરિસમાં ઇ.સ. 1878 માં થયો હતો. 22 વર્ષની વયે મીરા ગૂઢ વિદ્યા તરફ વળી, ક્યારેક કોઇ અજબ શક્તિ પોતાનામાં પ્રવેશતી હોય અને કામ કરતી હોય એવું પણ લાગતું. મીરાએ સંગીત અને ચિત્રની તાલીમ લીધી હતી. અરવિંદની સાથે રહી પોતાનાં અધૂરાં કાર્ય આગળ ધપાવ્યા. એમનું સ્વપ્ન હતું એક કલ્યાણગ્રામ-ઉષાનગરીનું નનિર્માણ કરવાનું.તેઓ એ કામ પાછળ લાગી ગયા. માતાજી જન્મે ફ્રેન્ચ, પરંતુ અભિરુચિએ સંપૂર્ણ ભારતીય હતા. નકશા આગળ પોતાની ખુરશી મૂકીને સાધકોને ધ્યાન કરાવતા હતા.તા.17.11.1973 ની ઢળતી સંધ્યાએ માતાજીએ પોતાની જીવનસંધ્યા સંકેલી લીધી.

Saturday, 4 April 2020

13 મી નવેમ્બર


મકરંદ દવે
             સર્જક મકરંદ દવેનો જન્મ તા.13.11.1922 ના રોજ ગોંડલ ખાતે થયો હતો. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી, મુંબઇ ગયા પછી તેમની સાહિત્ય યાત્રા વધુ વેગીલી અને અને તેજીલી બની હતી. અડધી સદીમાં તેમણે ગુજરાતી સાહિત્યને ચરણે ધરેલાં 41 પુસ્તકો ચિરંજીવી બની રહ્યાં છે. ગુજરતનું પ્રથમ પારિતોષિક મેળવનાર 'ગોરજ' જેવા કાવ્યસંગ્રહ અને હવાબારી જેવા ગઝલ સંગ્રહ પણ મળ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનારા મકરંદ દવેનું સર્જન એવોર્ડ લક્ષી નહીં, આત્મલક્ષી હતું. 83 વર્ષની વયેતા.31.01.2005 ના રોજ તેમનું અવસાન થયું.

12 મી નવેમ્બર


પંડિત મદનમોહન માલવિયા
   
            બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરનાર ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. બચપણમાં જ તેમણે સંસ્કૃત ભાષા પર અદભૂત પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ. સ્નાતક થયા બાદ તેમણે શિક્ષક બનીને કારકિર્દી આરંભી. ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમણે મન મૂકી ઝંપાલાવ્યું. તેમણે સ્થાપેલી અને સંસ્કારેલી બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખ પદે ઉજવાયેલી રજત જયંતી પ્રસંગે તેમણે છેલ્લીવાર જાહેર દર્શન આપ્યું. તા. 12.11.1946 ની વહેલી સવારે તેમનું અવસાન થયું.

સલીમ અલી
         પક્ષી વિજ્ઞાન ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર સલીમ અલીનો જન્મ તા.12.11.1896 ના રોજ મુંબઇમાં થયો હતો.હતો.તેમણે પ્રાણીવિજ્ઞાન પ્રાણીવિજ્ઞાંવિષય સાથે બી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી.પક્ષી વિજ્ઞાનમા તેમને રસ પડતાં બર્લિન ગયા અને ખંત અને ઉત્સાહથી પક્ષી વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો.

    તેમના સમયમાં ભરતપુર(રાજસ્થાન) નામનું સ્ટેટ વિશ્વભરમાં વન્યજીવન, શિકાર, સહેલગાહ અને પક્ષી વિજ્ઞાન માટે જાણીતું હતું. ત્યાંના ગોરા અમલદારો સલીમ અલીને માનભેર પક્ષીવિદ તરીકે બોલાવતા હતા. ભારત સરકારે એમના કાર્યથી પ્રભાવિત થઇ ઇ.. 1976 માં પદ્મવિભૂષણનો ઇલકાબ આપી એમનું બહુમાન કર્યું હતું.

10 મી નવેમ્બર


          સુરેન્દ્રનાથ બેનરજી

          આજીવન દેશસેવાના ભેખધારી સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ તા.10.11.1848 માં બંગાળ પ્રાંતમાં થયો હતો. અભ્યાસમાં તેઓ પહેલેથી જ તેજસ્વી હતા. બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ કરી હતી. અને કોલેજના વાર્ષિક સમારંભોમાં ઉપરાઉપરી પારિતોષિકો જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. પ્રિન્સીપાલની ભલામણથી આઇ.સી.એસ. નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. અને માત્ર 21 વર્ષની વયે તે પરીક્ષા ઉતીર્ણ કરી વિક્રમ સર્જ્યો. ભારત પાછા ફરી સુરેન્દ્રનાથ આસામના સિલહટ જિલ્લાના મેજીસ્ટ્રેટ બન્યા. બે જ વર્ષની એમની કારકિર્દીમાં સામાન્ય દોષો કાઢી બ્રિટિશ સરકારે તેમને બરતરફ કર્યા. પોતે શરૂ કરેલા બંગાળીપત્ર દ્વારા બંગાળના યુવાનોમાં ઉચ્ચ દેશપ્રેમ માટે હાકલ કરી. લોકોએ તેમને બંગકેસરી અને બંગાળના બેતાજ બાદશાહ તરીકે નવાજ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને નાઇટહૂડથી સન્માની સર નો ઇલકાબ આપી તેમનું બહુમાન કર્યું હતું. 1895 માં તેઓ કોંગ્રેસ મહાસભાના પ્રમુખ નિમાયા. નિમાયા.તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા. તેમણે ઉગ્રવાદી વિચારધારા (જહાલ પક્ષ) અપનાવી હતી. હિંદના આ દેશભક્તનું 77 વર્ષની વયે તા.06.08.1925 ના રોજ અવસાન થયુ.

11 મી નવેમ્બર


જી.ડબલ્યુ ઓલપાર્ટ
            અમેરિકન માનસશાસ્ત્રી ગોર્ડન વિલાર્ડ ઓલપાર્ટનો જન્મ મોન્ટેઝૂમા મુકામે તા.11.11.1897 ના રોજ થયો હતો. તત્ત્વજ્ઞાનના વિષયો સાથે બી.. ની ડિગ્રી મેળવી હતી. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય તરીકે જોડાયા. સાયકોલોજીકલ એસોસિયેશનના પ્રમુખ બનાવી તેમનું બહુમાન કરવામાં આવ્યુ હતું. સેવાકાળના અંતિમ વર્ષોમાં સામાજિક નીતિશાસ્ત્ર ના વિષયના તેઓ પ્રધ્યાપક હતાપેટર્ન એન્દ ગ્રોથ ઇન પર્સનાલિટી એ સાયકોલોજિકલ ઇન્ટરપ્રિટેશન એમના પ્રકાશિત થયેલા પુસ્તકોમાં મુખ્ય  છે. કેમ્બ્રિજ નગરમાં તા.09.10.1967 ના રોજ તેમનું અવસાન થયું.

૧૫ મી નવેમ્બર


ગીજુભાઇ બધેકા
                 

                  ‘બાળકોની મૂંછાળી મા તરીકે જાણીતા થયેલા શ્રી ગીજુભાઇ બધેકાનો જન્મ તા.૧૫.૧૧.૧૮૮૫ ના રોજ ચિત્તલ મુકામે થયો હતો. ભણીગણીને વકીલ થયા. એમને બાળકેળવણીનો એવો તે ચસકો લાગ્યો કે તેઓ ધીકતી વકીલાત છોડીને ભાવનગરની દક્ષિણામૂર્તિમાં જ એક બાલ અધ્યાપન મંદિર સ્થાપ્યું. સત્યાગ્રહની લડતમાં ઝંપલાવી સુરતમાં વાનર અને માંજાર સેવાઓ ઊભી કરી. બાલ સાહિત્યની એમની સેવાઓ માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. તેમના દલા તરવડી’, ટીડો જોશી’, ટાઢું ટબકલું જેવા નાટકો અદભૂત છે. વળી રંગલો, વોરા-વોરી, ધનિયો જેવા પાત્રો બાળકોના પ્રિય અને યાદગાર બની રહ્યા છે. એમણે લખેલ દિવાસ્વપ્ન તો શ્રેષ્ઠ કોટિનું છે. કચ્છની શળાઓના નિરીક્ષણ માટે સત્તર દિવસમાં એક હજાર માઇલનો પ્રવાસ કર્યો. બાલમંદિર સ્વરૂપની શાળાઓ શરૂ કરવા-કરાવવા પાછળ આખું જીવન સમર્પિત કરનાર ગીજુભાઇનું ઇ.સ. ૧૯૩૯ માં પક્ષાઘાતના કારણે મુંબઇમાં અવસાન થયું.   

૧૪ મી નવેમ્બર


પંડિત જવાહરલાલ નહેરુ

                 સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં ૧૪.૧૧.૧૮૮૯ ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ વિદેશમાં થયું. બેરિસ્ટર થઇ ભારત આવ્યા કે તુરત જ અસહકારની ચળવળમાં તેઓ સક્રિય બની ગયા. જલિયાવાલા હત્યાકાંડ પછી નહેરુ સંપૂર્ણપણે સ્વાધીનતા આંદોલનમાં જોડાયા. એમની અધ્યક્ષતા નીચે ભરાયેલ લાહોર કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્ય ની ઘોષણા કરી. ઇ.સ. ૧૯૪૭ ના ઓગસ્ટની ૧૫ તારીખે જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે વડાપ્રધાન તરીકે નહેરુજીએ શપથ લીધા. જેમનો જન્મદિન બળદિન તરીકે ઉજવાય છે. તે નહેરુચાચાનો બાળકો પ્રત્યેનો પ્રેમ છે. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી માટેએક આખુ પુસ્તક ભરાય એટલા ઉદાહરણોથી ભરપૂર છે. તેઓ ભારપૂર્વક કહેતા હતા કે “બાળક પ્રભુનો પયગંબર છે”.  

૭ મી નવેમ્બર


ડૉ.ચંદ્રશેખર વેંકટરામન

           એશિયામાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર ડૉ.સી.વી. રામનનો જ્ન્મ તા. 7-11-1888 ના રોજ તામિલનાડુમાં થયો હતો. એમ.એ.ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ કરી તે પહેલાં એમનાં બે લેખ આંતરરાષ્ટ્રીય સ્તરની પત્રિકામાં પ્રકાશિત થઇ ગયા હતા. “પ્રકાશ તરડાય છે, વળાંક લે છે.” જે રામનની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક શોધ રમનપ્રભાવ તરીકે ઓળખાઇ. એ માટે નોબેલ પુરસ્કાર પણ એમને મળ્યો હતો. “લેનિન શાંતિ પુરસ્કાર” પણ પ્રદાન કરવામાં આવ્યો. ઉપરાંત એમણે સાબિત કર્યુ કે ભિન્ન ભિન્ન પદાર્થો દ્ધ્રારા ફેલાયેલા પ્રકાશના વર્ણપટમાં નવા નવા રંગો છે જે મૂળ પ્રકાશમાં નથી, છેલ્લે એમણે રમન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને પોતાના કાર્યો, નિબંધો, ભાષણો અને આવિષ્કારોથી આ સંસ્થાને સમ્રુદ્ધ બનાવી દીધી. સ્વતંત્ર ભારત સરકારે ડૉ.રામનનો  ભારત રત્નદ્ધ્રારા ગૌરવાન્વિત કર્યા. ઇ.સ. 1970 માં આ વૈજ્ઞાનિકે પોતાની જીવનલીલા સંકેલી લીધી. 

૮ મી નવેમ્બર


માદામ રોલાં

             ફ્રાંસની પ્રતિભાવંત નારી માદામ રોલાં નો જન્મ પેરિસમાં થયો હતો. નાનપણથી જ તેમનામાં વીરતા, ધીરતા, અને ભાવુકતાના અંકુરો ફૂટી નીકળેલા. જ્ઞાનપિપાસા ખૂવ તીવ્ર હતી. ફ્રાંસમાં પ્રજાસતાકની સ્થાપનામાં સક્રીય બન્યા. ક્રાંતિનો દોર જેકોબિનોના હાથમાં આવ્યો. રોલાં દંપતિ પર કામ ચલાવવામાં આવ્યું. માદામ રોલાંને કારાગારમાં પૂરવામાં આવ્યા અને તેને દેહાંતદંડની સજા થઇ તા. 8-11-1793 ના રોજ માદામ રોલાંને વધસ્તંભ ભણી દોરી જવામાં આવ્યા.

૬ ઠ્ઠી નવેમ્બર


નથુરામ શર્મા

               એક સામાન્ય શિક્ષકમાંથી સનાતન ધર્મના આચાર્ય તરિકે પ્રસિદ્ધ થયેલા નથુરામ શર્માનો જ્ન્મ લિંબડી પાસેના એક ગામમાં થયો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પોરબંદર પાસેના અડવાણામાં બાર રૂપિયાના માસિક પગારે તેઓ શિક્ષક તરીકે જોડાયા. દરમિયાન કબીર સાહેબ અને દાદુજીની વાણીની તેમના પર ભારે અસર થઇ. એક દિવસ નથુરામ ઘર છોડી ગિરનાર ઉપર હનુમાનધારા પાસેના એકાંત સ્થળમાં સમાધિ લગાવી હતી. દરમિયાન નથુરામ શર્માએ બીલખામાં આનંદાશ્રમ બાંધ્યો. પોતાના જીવનના લગભગ સાદા ત્રણ દાયકાનો સમય આ આશ્રમમાં વિતાવ્યો. તા.6-11-1931 ના રોજ 73 વર્ષની ઊંમરે પાટ ઉપર બેઠાં બેઠાં જ પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો.

Wednesday, 1 April 2020

6 ઠ્ઠી ઓગસ્ટ


             સુરેન્દ્રનાથ બેનરજી


            આજીવન દેશસેવાના ભેખધારી સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ ઇ.. 1848 માં બંગાળમા થયો હતો.  અભ્યાસમાં તેઓ પહેલેથી જ તેજસ્વી હતાકોલેજના વાર્ષિક સમારંભોમાં ઉપરા ઉપરી પારિતોષિકો જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. આઇ.સી.એસ. નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. ભારત પાછા ફરી સુરેન્દ્રનાથ મેજીસ્ટ્રેટ બન્યાબે જ વર્ષની એમની કારકિર્દીમાં સામાન્ય દોષો કાઢી બ્રિટિશ સરકારે તેમને બરતરફ કર્યાપોતે શરૂ કરેલા બંગાળીપત્ર દ્વારા બંગાળના યુવાનોમાં ઉચ્ચ દેશપ્રેમ માટે હાકલ કરી. લોકોએ તેમને બંગકેસરી અને બંગાળના બેતાજ બાદશાહ તરીકે નવાજ્યા હતા. સર નો ઇલકાબ આપી અંગ્રેજ સરકારે સરકારે પણ તેમનું બહુમાન કર્યું હતું. હિંદના આ દેશભક્તનું 77 વર્ષની વયે તા.06.08.1925 ના રોજ અવસાન થયુ.