ગોવર્ધનરામ ત્રિપાઠી
સરસ્વતીચંદ્ર મહાન ગ્રંથના કર્તા, ગુજરાતી સાહિત્યના પંડિત યુગના ર્દષ્ટા
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ તા. ૨૦-૧૦-૧૮૫૫ માં નડિયાદ મુકામે થયો હતો. અનેક
પ્રતિકૂળતા વચ્ચે એલ.એલ.બી. થઇ વકીલત શરૂ કરી અને વકીલાતમાંથી નિવૃતિ લીધી એ
પહેલાં જ તેમના ‘સરસ્વતીચંદ્ર’ (ભાગ-૧) અને ‘સ્નેહમુદ્રા’ તો
પ્રગટ થઇ ચૂક્યા હતા. ઉપરાંત ‘નવલરામ જીવનકથા’, ‘દયારામનો
અક્ષરદેહ’ તેમજ અનેક લેખો પણ આપ્યા. ગુણસુંદરી જેવું ગુણિયલ
પાત્ર સર્જીને તો ગોવર્ધનરામે ગુર્જર નારીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી સાહિત્ય
પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે તેઓ જ પસંદગી પામ્યા હતા. આ મહાન સાહિત્યસ્વામીનું ઇ.સ.
૧૯૦૭ માં નિધન થયું.
No comments:
Post a Comment