Wednesday, 7 October 2015

૪ થી ઓક્ટોબર

શ્યામજી કૃષ્ણવર્મા

             શ્યામજીનો જન્મ તા. ૪-૧૦-૧૮૫૭માં કચ્છ માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો. પ્રખર બુદ્ધિમતા દાખવી અભ્યાસ માટે મુંબઇ જઇ તેમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં ભારે નિપુણતા પ્રાપ્ત કરી. દરમિયાન સ્વામી દયાનંદના સંસર્ગમાં આવી દેશભક્તિ અને આર્યસમાજના રંગે રંગાયા. હિન્દી વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસ શરૂ કર્યુ. એટલું જ નહિ, ઇન્ડિયા સોશિયોલોજિસ્ટ નામે પત્ર કાઢી ભારતમાં બ્રિટિશ અમલ વિરુદ્ધ લેખો લખ્યા. મહાત્મા ગાંધીજી, ગોપાલકૃષ્ણ ગોખલે, બિપીનચંદ્ર પાલ, શ્રીમતી એની બેસન્ટે જેવા અસંખ્ય મોટા દેશનેતાઓની કાર્યશૈલીના તેઓ તીખા ટીકાકાર હતા. ભારતના ક્રાંતિકારોને પ્રેરણા તથા આર્થિક સહાય આપવામાં જરાય પછી પાની કરી નહોતી. ૧૯૩૦માં તેમણે જિનીવામાં દેહ છોડ્યો. 

No comments: