વિઠ્ઠલભાઇ પટેલ
બ્રિટીશ શાસનકાળથી વડી
ધારાસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ હિંદી ગરવા ગુજરાતી વિઠ્ઠલભાઇ પટેલનો જન્મ ઇ.સ.
૧૮૭૩માં નડિયાદ મુકામે થયો હતો. કેળવણી પ્રથા અનુસાર એડવોકેટની પરીક્ષા પસાર કરી
લંડન જઇ બેરિસ્ટર થયા. વતનમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની એમને ઇચ્છા જાગી અને એ
માટે ચૂંટણીમાં ઝંપલાવી ધારાસભામાં પહોંચ્યા. ખેડા સત્યાગ્રહમાં તેમણે ગાંધી
ચિંધ્યા માર્ગે સફળ કામગીરી બજાવી હતી. પરદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ ઉપાડી
લીધી. કપરી બીમારીનો ઇલાજ કરાવવા તે વિયેના ગયા અને ત્યાં જ તા. ૨૨-૧૦-૧૯૩૩ના રોજ
તેમનું અવસાન થયું.
‘અમૂલ’ના સ્થાપક ત્રિભૂવનદાસ પટેલ
ત્રિભૂવનદાસ પટેલ ૧૯૪૬માં
ખેડા જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી સ્થાપી, જે ‘અમૂલ’ના નામથી વિશ્વભરમાં
જાણીતી થઇ.
શ્વેતક્રાંતિના પ્રતિક સમી ‘અમૂલ’ ડેરીના સ્થાપક
ત્રિભુવનદાસનો જન્મ ૨૨-૧૦-૧૯૦૩ના રોજ આણંદના એક સુખી પરિવારમાં થયો હતો. માધ્યમિક
શિક્ષણ પુરું કરી તેજસ્વી ત્રિભુવનદાસે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. ત્યારબાદ ‘ગુજરાત વિદ્યાપીઠ’ માં ભણી સ્નાતક થયા. લડતમાં ભાગ
લેવા બદલ અનેકવાર ધરપકડ વહોરી અને જેલમાં પણ જઇ આવ્યા.
‘અમૂલ’ની સ્થાપના બાદ ત્રિભુવનભાઇને ડૉ. વર્ગીસ
કુરિયન જેવા સન્નિષ્ઠ કાર્યકર મળી ગયા. બંનેની આગેવાની હેઠળ અમૂલે ઘણી પ્રગતિ કરી.
આજે તે એશિયા ખંડની સહકારી ધોરણે ચાલતી સૌથી મોટી ડેરી ગણાય છે.
તેમને આંતરરાષ્ટ્રીય સન્માન ‘મેગ્સેસ એવોર્ડ’
દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા.
No comments:
Post a Comment