રાષ્ટ્રવીર છેલભાઇ
શૌર્યવંતા રાષ્ટ્રભક્ત છેલભાઇનો
જન્મ તા. ૧૬-૧૦-૧૮૮૯ના રોજ થયો હતો. ધ્રાંગધ્રાના રાજવી શ્રી અજિતસિંહજીએ
છેલભાઇને પારખી લીધા અને રાજ્યની લશ્કરી
પાંખમાં અફસરપદે નિમણૂંક કરી. વીર છેલભાઇએ મહાભયંકર એવી અનેક અસુર ટોળીઓનો નાશ કરી
જનતાને અભયદાન આપ્યું. તેમના પુનિત સ્પર્શે ઘણાં દાનવ માનવ બન્યા હતા. બ્રિટિશ
હકૂમતને છેલભાઇ ઘોડેસવારીમાં ભલભલાને ભૂ
પાઇ દેતા. નિશાનબાજીમાં પણ એવા જ પાવરધા.
આ વિરલ વિભૂતિ પુરુષનું અવસાન ઇ.સ. ૧૯૫૬માં રાજકોટ મુકામે થયું.
No comments:
Post a Comment