ડૉ.વાલ્ડમેર હાફકીન
ડૉ. વાલ્ડમેર હાફકીનનો જન્મ
ઇ. ૧૮૬૦માં રશિયાના ઓડેસા શહેરમાં થયો હતો.
સ્નાતક થઇ જીનીવા વિશ્વવિદ્યાલયમાં જીવનશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક નિમાયા. પોતે
શોધેલી કોલેરા વિરોધી રસીનો પ્રયોગ ભારતમાં કરવા વિનંતી કરી. ભારત આવીને એક જ
વર્ષમાં પચીસ હજાર માણસોએ તેમની રસીનો લાભ લીધો. સમગ્ર વિશ્વમાં આ રસીની કદર થઇ.
પેરીસ વિશ્વવિદ્યાલય તેમને ડી.એસ.સી. ની ઉપાધી આપી. હિંદી સરકારે તેને
સી.આઇ.ઇ.નો ખિતાબ આપ્યો. તેમણે ઊભી કરેલી ‘પ્લેગ રીચર્સ ઇન્સ્ટિટ્યૂટ’ને મુંબઇ સરકારે ‘હાફકીન ઇન્સ્ટિટ્યુટ’ નામ આપી વિશાળ પાયા પર મૂક્યું. આ સંસ્થાએ રસી ઉપરાંત
સાપના ઝેરની વિરુદ્ધ કાર્ય કરતું રસાયણ પણ બનાવ્યું. તા. ૨૬-૧૦-૧૯૩૦ના રોજ આ
મહામાનવ પાર્થિવ જગત છોડી ગયા.
No comments:
Post a Comment