રત્નમણિરાવ જોટે
ઇતિહાસવિદ શ્રી રત્નમણિરાવનો જન્મ
તા. ૧૭-૧૦-૧૮૯૫માં ભૂજ મુકામે થયો હતો. નાનપણથી લખવાના તેઓ શોખીન હતા. ‘ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન’ નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો ત્યારથી એમના તરફ સૌનું
ધ્યાન ખેંચાયું હતું. તેમણે ‘કુમાર’ સામયિકમાં અનેક માહિતીપ્રદ શોધ નિબંધો લખવાનું કામ વર્ષો સુધી કરેલું.
સંસ્કૃત વિષયના પણ તેઓ પંડિત હતા. અવારનવાર ‘ગુજરાત સાહિત્ય સભા’ અને ‘અખિલભારતીય પ્રાચ્ય પરિષદ’ માં ભાગ લીધો હતો. બાર વર્ષની લાંબી બિમારી ભોગવી. ઇ.સ.
૧૯૫૫માં મૃત્યુ પામ્યા.
તત્વચિંતક અને ગણિતજ્ઞ : સ્વામી રામતીર્થ
તીર્થરામનો જન્મ હાલ પાકિસ્તાનમાં
આવેલા ગુજરાનવાલા પ્રદેશમાં મુરલી નામના એક ગામમાં થયો હતો. કુટુંબની દરિદ્ર અવસ્થામાં તીર્થરામનો
આગળ અભ્યાસ ચાલુ રાખવો મુશ્કેલ હતો. છતાં સ્કોલરશીપ મેળવીને આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. ગણિત એમનો મનગમતો વિષય
હતો તેથી તે વિષય સાથે બી.એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે ઉતીર્ણ કરી.
૧૯૦૧ની સાલમાં ૨૮ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી ‘સ્વામી રામતીર્થ’ બન્યા. હિમાલયમાં ફર્યા. સ્વામી રામતીર્થ ભારતીય સંસ્કૃતિના સાચા અર્થમાં
રાજદૂત હતા.
No comments:
Post a Comment