ડૉ. ગણનાથ સેન
ભારતીય વૈદકશાસ્ત્રના
તજજ્ઞ ડૉ. ગણનાથ સેનનો જન્મ બંગાળમાં ઇ.સ. ૧૮૭૯ માં થયો હતો. ગણનાથે વેદોનું અધ્યયન
કરીને પ્રાવીણ્ય મેળવ્યું હતું. સંસ્કૃત, તત્વજ્ઞાન વગેરેનો અભ્યાસ કરી બી.એ. ની પરીક્ષા ઉતીર્ણ કરી
હતી. તેમણે પોતાના પિતાના નામને જોડીને વિશ્વનાથ વિદ્યાપીઠ ચલાવી જે આયુર્વેદની એક સુપ્રસિદ્ધ કૉલેજ ગણાઇ. ઉપરાંત
કલકતામાં ‘કલ્પતરુ પ્રસાદ’ નામનો વિશાળ અને ભવ્ય બંગલો પણ બનાવ્યો જ્યાં પછીથી ‘કલ્પતરુ આયુર્વેદ વર્ક્સ’ નામનું ઔષધીઓનું કારખાનું તમણે શરૂ કર્યું. તેમણે ‘શરીરશાસ્ત્ર’, ‘દ્રવ્યગુણ વિજ્ઞાન’ જેવા અનેક પુસ્તકો લખીને, આયુર્વેદશાસ્ત્ર ને સમૃદ્ધ કર્યું. તા. ૨૫-૧૦-૧૯૪૪માં ડૉ.ગણનાથનું દેહાવસાન
થયું.
No comments:
Post a Comment