Wednesday, 7 October 2015

૩ જી ઓક્ટોબર

નર્મદાબહેન પાઠક

             નર્મદાબહેન પાઠકનો જન્મ ભાવનગર પાસેના વાલુકલ ગામે ઇ.સ. ૧૯૧૫માં થયો હતો. વઢવાણમાં જાહેર સભામાં ટેબલ ઉપર ઊભા થઇને રાષ્ટ્રગીત ગાયેલું ત્યારે તેમની ઉંમર હશે. પંદરેક વર્ષની. અભ્યાસ દરમિયાન લાઠી-લેઝીમ અને ઘોડેસવારીની તાલીમ પણ લઇ લીધી. પૂજ્ય ગાંધીજીની સંમતિ મેળવી આશ્રમમાં દાખલ થયા. ગિજુભાઇ બધેકાએ વર્ગમાં ઉતરાવેલા ગીતો અને વ્યાખ્યાઓની નોંધપોથી સાથે બગસરા જઇને, સહજ લાગણીભર્યા વ્યવહારથી બાળકો અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી લીધો. આશ્રમના નિમંત્રણથી તેઓ બગસરા છોડીને પોરબંદર ગયા. તા. ૩-૧૦-૧૯૮૪ના રોજ તેમણે ચિરવિદાય લીધી. 

No comments: