પાંડુરંગ શાસ્ત્રી ‘દાદા’
સ્વાધ્યાય પ્રવૃતિના
આદ્યસ્થાપક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ તા. ૧૯-૧૦-૧૯૨૦ના રોજ થયો હતો. શૈશવથી
જ ભણવામાં હોશિયાર, વાચનશોખને કારણે મુંબઇની એશિયાટિક સોસાયટીની લાયબ્રેરીમાંથી લાવીને પશ્ચિમ
તત્વજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. સ્વમાની ‘દાદા’ કહેતા : ‘હું વશિષ્ઠ-વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ
છું. કોઇનો આશ્રિત નહિ થાઉં, થઇશ તો માત્ર પ્રભુનો’. ગામડે-ગામડે ગીતાનો પ્રચાર કરનાર તેમના અનુયાયીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે, કૃતજ્ઞતા વ્યક્ત કરવા તીર્થયાત્રા, જેવા અનેક
પ્રયોગોના માધ્યમથી સ્વાધ્યાય પ્રવૃતિ ચાલે છે. જેમાં યજમાને માત્ર પ્રકાશ, પાથરણું અને પાણીની નજીવી સહાય જ કરવાની હોઇ છે. ભીલ, માછીમાર, તથા ઉપેક્ષિત જાતિઓમાં જઇ જ્ઞાન અને
સ્વમાન જ્યોત પ્રગટાવી છે. આ સંત સ્વાધ્યાયનો અર્થ સમજાવતા કહે છે કે ‘સ્વાધ્યાય એટલે ‘સ્વ’ નો
અભ્યાસ’. આ ‘સ્વ’માં
અહંકાર છે તેને દૂર કરવાનો છે. ત્યાં કોઇ ઉંચ-નીચ, અમીર-ગરીબ, શિક્ષિત-અશિક્ષિત નથી. પૂજ્ય દાદા તા. ૨૫-૧૦-૨૦૦૩ના રોજ સ્થૂળદેહનો ત્યાગ
કરી પરમધામમાં પહોંચી ગયા.
No comments:
Post a Comment