Tuesday 14 April 2020

25 મી નવેમ્બર


ગુણવંતરાય આચાર્ય

          સાગર-સાહસની નવલકથાઓ લખનાર ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસરમાં થયો હતો. મેટ્રિક થઇ મુંબઇમાં પત્રકાર બનવાની તાલીમ મેળવવી શરૂ કરી. અને અનેક વર્તમાનપત્રોના તંત્રી વિભાગમા કામ કર્યા બાદ લેખન જીવનની શરૂઆત કરી. પીરમનો પાદશાહ અને સોરઠીએ સમશેર નવલકથાઓથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા  ધ્રુવાદેવી સુધી અવિરત ચાલ્યા કરી છે. ખૂબ લોકપ્રિય થયેલી દરિયાલાલ નવલકથાને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. જાસૂસી નવલકથાપણ તેમણે લખી હતી. ટૂંકી વાર્તાના બારેક સંગ્રહો તેમણે પ્રસિદ્ધ કર્યા હતા. તા. 25.11.1965 ના રોજ તેમનું અવસાન થયું.     

23 મી નવેમ્બર


સર જગદીશચંદ્ર બોઝ

                       જગદીશચંદ્ર બોઝનો જન્મ બંગાળના એક ગામડામાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ લઇ તેઓ કેમ્બ્રિજ ગયા અને સ્વદેશ આવતાં જ તેઓ ભૌતિક વિજ્ઞાનના અધ્યાપક તરીકે નિમાયા. તેમના છપાતા લેખોની ગરિમા જોઇ લંડનની યોયલ સોસાયટીએ તેમને ડી.એસ.સી.ની. પદવીથી નવાજ્યા હતા. તેમણે સૂચવ્યું કે વનસ્પતિઓને પણ પ્રાણીઓના જેવું જીવન છે. અને લાગણીતંત્ર પણ છે. શ્રે બોઝને વાયરલેસ ટેલિગ્રાફીના જનક પણ માનવા જોઇએ. જિંદગીભર આ મહાપુરુષ  વિજ્ઞાનને સમર્થિત રહ્યા. તા. 23.11.1937 ના રોજ તેમનું અવસાન થયું.

24 મી નવેમ્બર


વોલ્તેર

       ફ્રેંચ દાર્શનિક વોલ્તેરનો જન્મ પેરીસ ખાતે તા.24.11.1664 ના રોજ થયો હતો. પ્રથમથી જ સ્પષ્ટ વક્તા હતા. શાહી દરબાર વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવા માટે તેમને કેદખાનામાં જવું પડ્યું હતું. વાણી સ્વાતંત્ર્યના આ ઝંડાધારી ક્રાંતિકારીએ ઝુદિગ’, કેંડિડ’, લા માઇક્રોમેઘ જેવા અનેક વિશ્વવિખ્યાત પુસ્તકો લખ્યા હતા. તેમણે એક ખાનગી થિએટર પણ બનાવ્યું હતું. એક પ્રખર સાહિત્યકર તરીકે વિશ્વની અનેક ભાષાઓમાં એમના પુસ્તકો ભાષાંતર થયાં. ઇ.સ. 1778માં તેમનું અવસાન થયું.

Sunday 12 April 2020

22 મી નવેમ્બર


ઝોન એફ.કેનેડી


          રાષ્ટ્રપ્રમુખ જહોન કેનેડીનો જન્મ અમેરિકાના આયરીશ કુંટુંબમાં થયો હતો. સ્નાતક થઇ પિતાના પ્રેરણા અને પ્રયાસથી વિશ્વના અનેક દેશોનો એમણે પ્રવાસ કર્યો. તેમણે “Why England splet” નમે મહા નિબંધ પ્રગટ કર્યો જેની હજારો નકલો બ્રિટનમાં અને અમેરિકામાં ખપી ગઇ. તેમણે નૌકાદળમાં  જગ્યા મેળવી. એમની એ વીરતાને અમેરિકન નૌકાદળે નેવીઅને મરીનકોરના ચંદ્રકથી નવાજી હતી. તેઓએ રાજકારણમાં રસ દાખવીને 1960 માં રીચાર્ડ નીકસન સામે વિજય મેળવી તે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઇ આવ્યા.  સાહિત્ય સર્જન માટેનું અમેરિકાનું પુલિત્ઝર પારિતોષિક મળ્યું હતું. તા.22.11.1963 ના રોજ તેમની હત્યાનો દુ:ખદ પ્રસંગ બન્યો.

21 નવેમ્બર


રંગ અવધૂતજી

         દત્ત ઉપાસના પ્રસારક શ્રી રંગઅવધૂતનો જન્મ 21-11-1898 માં ગોધરા ખાતે થયો હતો. નાનપણથી જ રાત-દિવસ દત્તના જ વિચારો આવે અને આંખમાંથી આસું સારતા રહે. બળક પાંડુરંગને લાગ્યું કે કોઇ દૈવીશક્તિ તેમનામાં સારા જીવનનું ઘડતર કરી રહી છે. કોલેજના અભ્યાસ દરમિયાન પણ તેમનો સંત સમાગમ અને અધ્યાત્મ સાધના સમાંતરે ચાલતા રહ્યાં. ભણવામાં અગ્રેસર આ બાળકે સંસ્કૃત અને અંગ્રેજીમાં બન્નેમાં પ્રભુત્વ મેળવ્યું. અમદાવાદનીએક શાળામાંશિક્ષક બન્યા. તેમનું ગીર્વાણ ભાષા પ્રવેશ નામનું પુસ્તક અજોડ ગણાય છે. હિંદીમાં દત્તાષ્ટક અને સંસ્કૃતમાં દત્તરણાષ્ટકમ્ પણ રચાયું. આ સંતનું ગુજરાતમાં વિશિષ્ટ પ્રદાન છે. તેમણે દત્ત ઉપાસના ગામે ગામ પહોંચાડી. ગુરુ લીલામૃત એમનો છેલ્લો ગ્રંથ તો જાણે મહાકાવ્ય જેવો બન્યો છે. નાગેશ્વરથી હરિદ્વારગયેલા શ્રી રંગ અવધૂતે ત્યાં જ દેહત્યાગ કર્યો.

20 મી નવેમ્બર


મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત

       ઉત્તમ ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યોના સમર્થ કવિ શ્રી કાન્ત નો જન્મ સૌરાષ્ટ્રમાં લાઠી પાસેના ચાવંડ ગામે તા. 20.11.1867 ના રોજ થયો હતો. તેઓ હિંદુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા.પંદર વર્ષની વયે તો દલપતરામની શૈલીની કવિતા લખવા માંડી હતી. કવિ કાન્ત મહારાજા ભાવસિંહજીના પ્રીતિપાત્ર હતા. પોતાનાંકાવ્યોનો સંગ્રહ પૂર્વાલાપ’ નામે પ્રગટ કરવા છાપખાનામાં મોકલ્યો અને પોતે કાશ્મીરની મુસાફરીએ નીકળ્યા. ત્યાંરસ્તામાં લાહોર પાસે ટ્રેનમાં ઇ.સ. 1923 માં અવસાન પામ્યા.