Thursday, 13 April 2017

૭ મી એપ્રિલ


આનંદશંકર ધ્રુવ
                 


              આનંદશંકર ધ્રુવ નો જન્મ ઇ.સ. ૧૮૬૯ માં રાજકોટ મુકામે થયો હતો. અભ્યાસકાળ દરમિયાન જ તેમના પિતાએ તેમને ઉત્તર ભારતના પંડિતો પાસે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો.

             એમ.એ.એલ.એલ.બી. થઇ એમણે ગુજરાત કૉલેજના સંસ્કૃતના અસ્ધ્યાપકનું સ્થાન શોભાવ્યું. બનારસ યુનિવર્સિટીનું સંચાલન સંભાળી તેને સુવ્યવસ્થિત કરી. હિંદુ ધર્મ, નીતિ શિક્ષણ, રામાનુજભાષ્ય (અનુવાદ) વગેરે ગુજરાતી ભાષામાં લખાયેલા તેમના મૂલ્યવાન ગ્રંથો છે. જિંદગીના આખરી મહિનામાં પોતાનું મહામૂલ્યવાન પુસ્તકાલય વર્નાક્યુલર સોસાયટીને ભેટ આપ્યું. તત્વચિંતક શ્રી આનંદશંકરધ્રુવનું ત. ૦૭.૦૪.૧૯૪૨ ના રોજ નિધન થયું. 

No comments: