મોરિસ વિલ્સન
એવરેસ્ટને
ચઢવાનો નિશ્ચય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં ૨૧.૦૪.૧૮૯૮ ના
રોજ થયો હતો. બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભૂત સાહસશક્તિ હતી. તેમને
અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ-સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં
રહેલું છે. મોરિસે અમુક ઊંચાઇ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક જુનું
વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો. પરંતુ સરકારે પરવાનગી ન આપી છતાં ત્રણ
અનુભવી શેરપાઓની, મદદથી છાનામાના તે ૫૦૦૦
મીટરની ઊંચાઇએ પહોંચ્યા. થોડે ઊંચે જતાં જ તેમની કસોટી શરૂ થઇ. એની શક્તિ હણાઇ ચૂકી હતી. પરંતું તેમનો ઉત્સાહ અદમ્ય હતો. આગળનો
માર્ગ અતિ ખતરનાક હતો, અત્યાર
સુધી કોઇ માણસ અહીંથી આગળ ગયો ન હતો. ૩૧ મી મે ગુરૂવારે વહેલી સવારે વિલ્સને પોતાની
ડાયરીમાં નોંધ્યું છે કે ‘પુન:પ્રયાણ
કેવો મહાન છે આ દિવસ’ વિલ્સનની
ડાયરીનું આ અંતિમ લખાણ.
No comments:
Post a Comment