છત્રપતિ શિવાજી
છત્રપતિ
શિવાજી મહારાજનો જન્મ તા. ૧૦.૦૪.૧૬૨૭ ના રોજ પૂના નજીક શિવનેરી કિલ્લામાં થયો હતો.
તેમણે તરુણા અવસ્થામાં જ ખૂબ ઉત્સાહથી ઘોડેસવારી, ભાલાફેંક, પર્વતારોહણ, મલયુદ્ધ, ભવાની તલવાર ચલાવવાનું
શીખી લઇ,
પોતાની તેજસ્વિતા પુરવાર કરી. લોકોને સંગઠિત કરી સિંહલગઢ, તોરણા, રાજગઢ, બારામતી, જાવલી વગેરે સંખ્યાબંધ
કિલ્લાઓ જીતી મોગલ સેનાપતિઓ અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. શિવાજીએ ‘હિંદી સામ્રાજ્ય’ ઊભું કર્યું. સંપૂર્ણ
શાસ્ત્રોક્ત હિંદુ વિધિ મુજબ તેમનો રાજ્યાભિષેક થયો અને શિવાજી ‘છત્રપતિ શિવાજી’ કહેવાયા. ઇ.સ. ૧૬૮૦ માં
અનેરી સિદ્ધિ મેળવીને જગત પરથી વિદાય લીધી.
No comments:
Post a Comment