લિઓનાર્દો દ વિન્ચી
એક અકલ્પનીય જીનીયસ લિઓનાર્દો
દ વિન્ચીનો જન્મ ૧૫.૦૪.૧૪૫૨ ના રોજ ઇટાલીના એક નાના ગામમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં
એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન
વિજ્ઞાની હતા. મશીન ગન, સનમરીન
તેમજ બે માળવાળું વહાણ પણ બનાવ્યું હતું. ઉગ્ર કલા સાધનાના અંતે તેમણે ‘મોનાલિસા’ ચિત્રનું સર્જન કર્યું. આ સાથે તેઓ એક
વીણા જેવા વાદ્યના શોધક પણ હતા. દુનિયાની સૌપ્રથમ મોટી ઘડિયાળના સંશોધક તરીકે
બહુમાન પણ તેમણે મેળવ્યું છે. તેમણે હેલિકોપ્ટરની ડિઝાઇન પન બનાવેલી. ૧૫૧૯ માં
તેમનું અવસાન થયું.
ગુરુ નાનક
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ
૧૫.૦૪.૧૪૬૯ ના રોજ પાકિસ્તાનમાં આવેલા લાહોર જિલ્લાના તલવંડી નામના ગામામાં થયો
હતો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન પંડિત વ્રજનાથ શર્મા પાસેથી મેળવ્યું હતું.
નાનપણથી જ નાનકમાં દયાભાવ હતો.
ખેતરમાં ચણ ચણતાં પંખીઓને ઉદ્દેશીને ગાતા હતા કે :- ‘રામ કી ચિડિયા, રામ કા
ખેત, ખા લો ચિડિયા ભર ભર પેટ’,
બનેવીની ભલામણથી સરકારી નોકરી મળી
પરંતુ તેઓ સાધુસંતોને ઉદાર હાથે ભંડારમાંથી અનાજ આપી દેતા હતા તેથી નોકરી ગુમાવી.
તે પછી નાનકનું મન સંસારમાંથી ઊઠી ગયું. જંગલમાં ગયા અને તપશ્ચર્યા કરી.
No comments:
Post a Comment