લ્યુથર બર્બેન્ક
મહાન
વનસ્પતિશાસ્ત્રી લ્યુથર બર્બેન્કનો જન્મ અમેરિકાના ન્યૂ ઇંગેલેન્ડના પ્રાંતમં ઇ.સ.
૧૮૪૯ માં એક ગરીબ ખેડૂતને ત્યાં થયો હતો. શાળામાં નહિવત્ત શિક્ષણ લીધું, પરંતું તેમને વાંચનનો
ખૂબ જ શોખ હતો. વિવિધ વિષયોના પુસ્તકો વાંચી શરીરશાસ્ત્ર, પ્રકૃતિ અને વનસ્પતિ
સૃષ્ટિ વિષે વધુ અભ્યાસ કરવાની ભૂખ ઉઘડી. શાળા છોડીને હળ બનાવતા કારખાનામાં તેમણે
નોકરી લીધી. લ્યુથેરે ખેતરમાં સૌથી સારી જાતના અને વધુ પ્રમાણમાં શકભાજી તથા ફળો
ઉગાડીને તેમણે કિર્તી સંપાદન કરી. મોટા સુંદર બટાટા, ગુલાબ અને બીજા અસંખ્ય ફૂલો તેમણે
આપેલી સુંદર ભેટ છે. તેમણે વિશિષ્ટ જાતના ‘પ્લમકોટ’તથા ‘શાષ્ટા’ ઉગાડ્યા અને તે દ્વારા
તે ખૂબ જ વિખ્યાત થયા. મહાન વનસ્પતિ વિજ્ઞાની તા. ૧૧.૦૪.૧૯૨૬ ના રોજ અવસાન
પામ્યા.
No comments:
Post a Comment