રામનારાયણ પાઠક
‘શેષ’, ’દ્વિરેફ’, ’સ્વૈરવિહારી’ જેવા વિવિધ તખલ્લુસોથી સાહિત્યના વિવિધ ક્ષેત્રોની સાધના કરનાર પ્રાજ્ઞ વિદ્યાપુરૂષ રામનારાયણ પાઠકનો જન્મ ૦૮.૦૪.૧૮૮૭ ના રોજ ધોળકા
પાસેના એક ગામમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછે એલ.એલ.બી. થઇ વકીલાત કરવા લાગ્યા. તેમના
સાહિત્યિક વિકાસના નિમિતરૂપ ‘પ્રસ્થાન’
માસિકનો પ્રારંભ થયો. પોતાના નામમાં બે ‘ર’ કાર આવતા હોવાથી પોતાનું ઉપનામ ‘દ્વિરેફ’ રાખી તેમણે દ્વિરેફની વાર્તાના ત્રણ ભાગ પ્રગટ કર્યા. ‘શેષના કાવ્યો’ જેવો નમૂનેદાર કાવ્યસંગ્રહ પણ આપ્યો. તેમને
અનેક સન્માન અને પારિતોષિક પ્રાપ્ત થયા છે. જેમાં ‘નર્મદ
સુવર્ણચંદ્રક’, ‘મોતીસિંહજી મહીડા સુવર્ણચંદ્રક’ તેમજ ‘હરગોવિદદાસ કાંટાવળા પારિતોષિક’ નો સમાવેશ થાય છે. તેમણે ‘ બૃહત પિંગળ’ મહાગ્રંથ એમની સંશોધન શક્તિનો કીર્તિકળશબની રહ્યો. તેમને
નર્મદ સુવર્ણચંદ્રક તથા દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયા.
બહુશ્રુતતા, વિદ્વતા, વિદ્ગ્ધતા અને સહદયતા એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાના મુખ્ય
લક્ષણો છે. એમનામાં સાક્ષરપેઢી અને ગાંધીયુગના સંસ્કારોનો શુભ સમન્વય થયો હતો. આવા
બહુમુખી પ્રતિભા ધરાવનાર પાઠકનું મુબઈમાં હદયરોગના હુમલાથી તા.૨૧/૮/૧૯૫૫ ના રોજ
અવસાન થયું હતું.
No comments:
Post a Comment