ચાર્લી ચેપ્લીન
જગવિખ્યાત હાસ્યનટ ચાર્લી ચેપ્લીનનો જન્મ
તા.૧૬.૦૪.૧૮૮૯ ના રોજ લંડનમાં થયો હતો. બાળપણથી જ તેમણે મંચ પર કામ કરવાનું શરૂ કર્યુ
હતું. ત્યારબાદ અમેરિકા પહોંચી, ત્યાં નાની નાની
મુંગી ફિલ્મોમાં આભિનય આપવા માંડ્યો. ચાર્લીને પ્રથમ વિખ્યાત પ્રહસન ફિલ્મ ‘કિડ ઓટો રેસિસ એટ વેનિસ’ હાસ્ય તેમજ કરૂણા સભર એક સુંદર અને પ્રસિદ્ધિ પામેલ
ફિલ્મ છે. તો ‘ ધી ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મમાં તેમણે હિટલર અને એના સાથીઓની નકલ દ્વારા
એમના પર અજબ કટાક્ષ કર્યો હતો.એમણે લગભગ ૩૫ જેટલી નાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.
‘એ બીઝી ડે’ માં ઇર્ષાળું પત્નિ
અને ‘એ વુમન’ માં નાયિકાનો સ્ત્રીપાઠ
તેમણે ભજવ્યો હતો.
પોતાનાથી નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી ભારે ચર્ચાના
ચકડોળે ચઢ્યા હતા. ઇ.સ. ૧૯૭૭ માં આ આ વિખ્યાત હાસ્યનટનું અવસાન થયું. માથે હેટ, ઢીલું પાટલૂન, હિટલરી મૂંછો, હાથમાં લાકડી, અટપટી ચાલ, ભોળો દેખાતો ચહેરો આ તેમની ઓળખાણ છે.
No comments:
Post a Comment