રતુભાઇ અદાણી
ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઇ અદાણીનો જન્મ
૧૩.૦૪.૧૯૧૪ માં ભાણવડ મુકામે થયો હતો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ શીખ્યા. જેલમાંથી છૂટ્યા બાદ રચનાત્મક
પ્રવૃતિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું. ‘આરઝી હકૂમત’ ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ
કરી રતુભાઇએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ચૂટણીમાં કેશોદમાંથી જંગી
બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. કેશોદની અક્ષયગઢની હૉસ્પિટલને પાત્ર
રુગ્ણાલય જ નહિ પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. ઇ.સ. ૧૯૯૭ ના એક દિવસે તેમણે
અંતિમ શ્વાસ લીધા.
No comments:
Post a Comment