સિરિમાવો ભંડારનાયક
વિશ્વના
પ્રથમ સ્ત્રી વડા પ્રધાન શ્રીમતી સિરિમાવો ભંડારનાયકનો જન્મ તા. ૧૭.૦૪.૧૯૧૬ ના રોજ
થયો હતો. અભ્યાસ કોલંબોની ચુસ્ત ખ્રિસ્તી શાળામાં કરેલો હોવા છતાં તેઓ બૌદ્ધ ધર્મમાં
ઊંડી શ્રધ્ધા ધરાવતા હતા. એ વખતના સ્થાનિક વહીવટના પ્રધાન શ્રી સોલોમાન સાથે તેમના
લગ્ન થયા. ઇ.સ. ૧૯૫૯ માં તેમના પતિની હત્યા થતાં ‘લંકા ફ્રીડમ પાર્ટી’ પક્ષનું
સુકાન સોંપી પ્રજા તેમને લંકાના વડાપ્રધાન પદે લાવવા ઇચ્છતી હતી. પક્ષના અને પ્રજાના
પ્રેમ અને આગ્રહથી વડાપ્રધાન પદ સ્વીકાર્યું. એટલું જ નહી, એ જવાબદારી વિકટ પરિસ્થિતીમાં પણ ભારે
કુનેહથી ઉપાડી.
શ્રીલંકાના શાસનની દોરી સંભાળ્યા બાદ તેમણે પોતાના દેશને વિકાસની રાહ
પર પર લાવ્યા હતા. સાથે સાથે ગૃહિણી તરીકેની ફરજ પણ બજાવી પોતાના બાળકો સાથે રજાના
દિવસો ગળતા ઇ.સ. ૨૦૦૦ માં તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment