રમણ મહર્ષિ
ભારતના ઉત્તમ કોટિના સંત,દિવ્યદ્રષ્ટા સાધુપુરુષ રમણ મહર્ષિનો જન્મ તા. ૩૦.૧૨.૧૮૭૬ ના રોજ દક્સિણ ભારતના
મદુરામાં થયો હતો. અભ્યાસમાં એમનું મન ચોંટતું નહી અને ધ્યાનમાં બેસી રહેતા તેમણ ઘર
છોડ્યું. આત્મસાક્ષાત્કારના વિશુદ્ધ આનંદમાં સદા મગ્ત રહેતા શ્રી રમણને દેહનું કોઇ
ભાન રહેતું નહી. તેઓ બહું ઓછુ બોલતા પણ જે કંઇ બોલતા તે સાંભળનારના હ્રદય સોંસરવું
ઉતરીજતું. એમની રમણગીતા અને ઉપદેશસારમ્ ઘણા ઉપકારક નીવડ્યાં છે. મહર્ષિના જીવન સાથે
સંકળાયેલા દંડ જેવી ચીજો અને સ્થાનો અવશેષ તરીકે આજે પણ અકબંધ સાચવી રખાયેલ છે. ઇ.સ.
૧૯૫૦ ના એક દિવસની સંધ્યાએ તેમણે અંતિમ શ્વાસ લીધા.
No comments:
Post a Comment