કેળવણી શું છે અને શું નથી?
કેળવણી કહે છે .......
હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી
નથી,વિજ્ઞાનની સખી નથી,કલાની પ્રતિહારી નથી,અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તો ધર્મનું પુનરાગમન છું. મનુષ્યના હ્રદય
બુદ્ધિ તેમજ તમામ ઇંદ્રિયોની સ્વામિની છું.
માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે.કલા અને હુન્નર મારા હાથ
છે.વિજ્ઞાન માંરૂં મસ્તક છે.ધર્મ મારૂ હ્રદય છે.નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો
છે.
ઇતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસાં છે. ધીરજ
મારૂ વ્રત છે.શ્રધ્ધા મારૂં ચૈતન્ય છે.
મારી ઉપાસના કરનાર બીજા કોઇનો
“ઓશિયાળો” નહી રહે.
કેળવણી એટલે
......................
આપણા કોશમાંથી ‘ ભણાવવું ‘ શબ્દ
કાઢી નાખવો જોઇએ.
આપણો તો બાળકોને “ કેળવવાં “ છે.
કવિતા , ગણિત , ઇતિહાસ વગેરે વિષયો ભણાવી શકાય.
આજકાલ મા-બાપ છોકરાને ભણાવીને ધન્યતા અનુભવતાં થઇ ગયા છે.
કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા
કરી આપવી તે.
ગુલાબના છોડને ખાતર –પાણી દઇએ, નીંદામણ કરીએ,બાકી ગુલાબ એની મેળે ઉગશે.
ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની,
એની ભીતર બધુંજ પડયું છે,
આપણે તો ખાલી બાહ્ય મદદ જ કરવાની છે.
No comments:
Post a Comment