સર્વધર્મ પ્રાર્થના
પ્રાણી માત્રને રક્ષણ આપ્યું,સમજ્યા પોતા સમ સહુને,
પૂર્ણ અહિંસા આચરનારા,નમુ
તપસ્વી મહાવીરને,
જનસેવાના પાઠ શીખવ્યા,મધ્યમ
માર્ગ બતાવીને,
સન્યાસીનો ધર્મ ઉજવ્યો,વંદન
કરીયે બુદ્ધ તને,
એક પત્ની વ્રત પુરણ પાળ્યુ, ટેક વણી છે જીવતરમાં,
ન્યાય નીતિ રૂપ રામ રહેજો, સદા અમારા અંતરમા,
સઘળા કામો કર્યા છતાંયે, રહ્યા હમેશા નિર્લેપી.
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં , રહેજો
અમ મનડાં ખૂપી.
પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઇસુ જે, ક્ષમા સિંધુને વંદન હો.
રહેમ નેકીના પરમ પ્રચારક,હજરત
મહંમદ દિલે રહો.
જરથોસ્તીના ધર્મ ગુરુની, પવિત્રતા દિલમાં વ્યાપો.
સર્વધર્મ સંસ્થાપકો, વિશ્વ શાંતિમાં ખપ લાગો.
No comments:
Post a Comment