Saturday, 4 April 2020

11 મી નવેમ્બર


જી.ડબલ્યુ ઓલપાર્ટ
            અમેરિકન માનસશાસ્ત્રી ગોર્ડન વિલાર્ડ ઓલપાર્ટનો જન્મ મોન્ટેઝૂમા મુકામે તા.11.11.1897 ના રોજ થયો હતો. તત્ત્વજ્ઞાનના વિષયો સાથે બી.એ. ની ડિગ્રી મેળવી હતી. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય તરીકે જોડાયા. સાયકોલોજીકલ એસોસિયેશનના પ્રમુખ બનાવી તેમનું બહુમાન કરવામાં આવ્યુ હતું. સેવાકાળના અંતિમ વર્ષોમાં ‘સામાજિક નીતિશાસ્ત્ર’ ના વિષયના તેઓ પ્રધ્યાપક હતા. ’પેટર્ન એન્દ ગ્રોથ ઇન પર્સનાલિટી’ એ સાયકોલોજિકલ ઇન્ટરપ્રિટેશન’ એમના પ્રકાશિત થયેલા પુસ્તકોમાં મુખ્ય  છે. કેમ્બ્રિજ નગરમાં તા.09.10.1967 ના રોજ તેમનું અવસાન થયું.

No comments: