Saturday 4 April 2020

10 મી નવેમ્બર


          સુરેન્દ્રનાથ બેનરજી

          આજીવન દેશસેવાના ભેખધારી સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ તા.10.11.1848 માં બંગાળ પ્રાંતમાં થયો હતો. અભ્યાસમાં તેઓ પહેલેથી જ તેજસ્વી હતા. બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ કરી હતી. અને કોલેજના વાર્ષિક સમારંભોમાં ઉપરાઉપરી પારિતોષિકો જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. પ્રિન્સીપાલની ભલામણથી આઇ.સી.એસ. નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. અને માત્ર 21 વર્ષની વયે તે પરીક્ષા ઉતીર્ણ કરી વિક્રમ સર્જ્યો. ભારત પાછા ફરી સુરેન્દ્રનાથ આસામના સિલહટ જિલ્લાના મેજીસ્ટ્રેટ બન્યા. બે જ વર્ષની એમની કારકિર્દીમાં સામાન્ય દોષો કાઢી બ્રિટિશ સરકારે તેમને બરતરફ કર્યા. પોતે શરૂ કરેલા બંગાળીપત્ર દ્વારા બંગાળના યુવાનોમાં ઉચ્ચ દેશપ્રેમ માટે હાકલ કરી. લોકોએ તેમને બંગકેસરી અને બંગાળના બેતાજ બાદશાહ તરીકે નવાજ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને નાઇટહૂડથી સન્માની સર નો ઇલકાબ આપી તેમનું બહુમાન કર્યું હતું. 1895 માં તેઓ કોંગ્રેસ મહાસભાના પ્રમુખ નિમાયા. નિમાયા.તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા. તેમણે ઉગ્રવાદી વિચારધારા (જહાલ પક્ષ) અપનાવી હતી. હિંદના આ દેશભક્તનું 77 વર્ષની વયે તા.06.08.1925 ના રોજ અવસાન થયુ.

No comments: