Wednesday 7 October 2015

૨ જી ઓક્ટોબર

મહાત્મા ગાંધીજી

             આ યુગના સત્યાવતાર પૂજ્ય ગાંધીજીનો જન્મ તા. ૨-૧૦-૧૮૬૯માં પોરબંદર મુકામે થયો. વિદેશમાં જઇ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. દક્ષિણ આફ્રિકા એક કેસ લડવા ગયેલા. પરંતુ એમાંથી ત્યાં વસતા ભારતીયજનોની કફોડી હાલતથી દ્રવી ઊઠ્યા અને ત્યાં ઐતિહાસિક સત્યાગ્રહને સફળ બનાવ્યો. સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વપ્રેમનો રાહ બતાવ્યો. ભારતની આઝાદી તો એમને મન એક નિમિત     માત્ર હતી. દાંડીકૂચ યાત્રા કરનાર આ માનવીમાં એવી તો કઇ દૈવીશક્તિ હતી કે જેના અહિંસક સત્યાગ્રહ આગળ અંગ્રેજ સરકારના તમામ શસ્ત્રો બુઠ્ઠાં થઇ ગયા.   

No comments: