Saturday 10 October 2015

૧૦ મી ઓક્ટોબર

સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર

        નોબેલ પુરસ્કાર વિજેતા, ભૌતિક વિજ્ઞાની સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરનો જ્ન્મ તા.૧૦-૧૦-૧૯૧૦ ના રોજ લાહોરમાં થયો હતો. અગિયાર વર્ષની ઉંમર સુધી તેમણે ઘર આગળ જ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ એમ.એ. થઇ કેમ્બ્રિજમાં પી.એચ.ડી.ની  ડિગ્રી મેળવી અમેરિકા જઇ યર્કીઝ વેધશાળામાં સહાયક સંશોધક તરીકે કામ કર્યું. તેમનું મૂળ સંશોધન ક્ષેત્ર  મુખ્યત્વે તારાઓના બંધારણનો  અભ્યાસ તથા તારાઓની અંદર ચાલતી ઊર્જાના સ્થાનાંતરની પ્રક્રિયાઓના અભ્યાસને લગતું રહ્યું હતું. વૈજ્ઞાનિક ક્ષેત્રે તેઓ ચંદ્રના હુલામણા નામથી ઓળખાતા. ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ નો ખિતાબ એનાયત કર્યો હતો. ઉપરંત લંડનની રોયલ સોસાયટીએ કોપ્લે ચંદ્રક’, આર.ડી.બિરલા મેમોરિયલ એવોર્ડ તથા વેણુ બાપુ મેમોરિયલ એવોર્ડ પણ તેમને એનાયત થયા હતા. ઇ.સ. ૧૯૯૫માં અમેરિકાના શિકાગો ખાતે એમનું અવસાન થયું.

No comments: