ધર્માનંદ કોસંબી
ધર્માનંદ કોસંબીનો જન્મ તા.
૯-૧૦-૧૮૭૬ના રોજ ગોવાના સાખવળ ગામે થયો હતો. પૂનાના ડૉ. ભાંડારકરની મદદથી સંસ્કૃતનો
અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ અને બૌદ્ધ ધર્મના જ્ઞાનની પ્રાપ્તિ અર્થે તેમણે
ભારતમાં ઠેર ઠેર ભ્રમણ કરવું પડ્યું. છેક
નેપાળથી સિલોન સુધી તેમની અવિરત યાત્રાઓ ચાલી. અમેરિકા, રશિયા, બ્રહ્મદેશ વગેરેનો પ્રવાસ
ખેડીને બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ભગીરથ કાર્ય કર્યું. તેમણે પોતાના જીવનકાળ
દરમિયાન આઠ જેટલાં મૌલિક પુસ્તકો લખ્યાં. હતાં. ઇ.સ. ૧૯૪૬માં આ મહાન સાધકનું પ્રાણ
પંખેરું આ જગતને છેલ્લી સલામ કરી ઊડી ગયું.
No comments:
Post a Comment