Thursday 28 February 2013

૨૮ મી ફેબ્રુઆરી


ગીતકાર કવિ ઇન્દીવર

      ગીતકાર ઇન્દીવરનો જન્મ મધ્યપ્રદેશના બરવાસાગરા ગામમાં થયો હતો.તેમનામાં જન્મ જાત કાવ્યસંસ્કાર બીજ હતું. એ વખતે તેઓ રાષ્ટ્રપ્રેમની કવિતા રચતા. તેમનો કાવ્ય સંગ્રહ પ્યાર બાંટતે ચલો પ્રગટ થયો. સંગીતકાર કલ્યાણજી અને ઇન્દીવર વચ્ચે અતૂટ સેતુ રચાયો અને સુંદર ગીતોની હારમાળા સર્જાણી.એ પછી પૂરબ ઔર પશ્ચિમ જોની મેરા નામ’,’અમાનુષ’,’સમઝૌતા’,’અનોખીરાત’, જેવી ફિલ્મોના ગીતો ખૂબ જ પ્રખ્યાત થયા છે. ફિલ્મ સરસ્વતીચંદ્ર ના તમામ ગીતો સુપરહીટ થયા છે. ચંદના સા બદન ગીતને તો શ્રેષ્ઠ ગીતનો ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ.ફિલ્મ ઉપકાર અને પ્રેમગીતના ગીતો પણ અંત્યત લોકપ્રિય છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે  400 થી વધારે ફિલ્મોમાં 2500 ઉપરાંત ગીતો લખ્યાં છે. કવિ ઇન્દીવર 28-02-1997 ના રોજ મૃત્યુ પામ્યા.    

No comments: