Sunday 3 February 2013

ડૉ.એસ.ચંદ્રશેખર


ડૉ.એસ.ચંદ્રશેખર
            નાણ સુબ્રમુન્યમ્ ચંદ્રશેખર નો જન્મ ઇ.સ. ૧૯૧૦ માં મદ્રાસમાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હતી.ચંદરશેખર એ વૈજ્ઞાનિક સી.વી.રામનના કુટુંબીજન ગણાતા. તેથી તેમનામાં વિજ્ઞાનના સંસ્કારો પહેલેથી જ જાગૃત થયેલા હતા.તેમનું શરૂઆતનું શિક્ષણ  મદ્રાસમાં જ પૂરૂ થયું હતું.તે પ્રાથમિક શાળાના શિક્ષણતી જ તેજસ્વી હતા.  શરૂઆતથી જ તેમને ગણિત, વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયોમાં ભારે રસ હતો.ત્યાર બાદ માધ્યમિક શાળાનું શિક્ષણ પણ તેમણે મદ્રાસમાંથી લીધું. એમણે મેટ્રિકની પરીક્ષા ઇ.સ. ૧૯૨૬ ની સાલમાં પાસ પ્રથમ વર્ગમાં કરી.
      ત્યાર બાદ તેઓ ઉચ્ચા અભ્યાસ માટે મદ્રાસની પ્રેસિડંસી કૉલેજના વિજ્ઞાનાપ્રથમ વર્ષ માં દાખલ થયા. ઇ.સ. ૧૯૩૦ માં તેમણે બી.એસ.સી ની પરીક્ષા પાસ કરી. અને કૅમ્બિજ આવવા માટે કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ સ્કૉલરશિપ આપી. ત્યાં તેમણે ખગોળ ભૌતિકશાસ્ત્રનું શિક્ષણ શરૂ કર્યું.આ વિષય માટે તેમને આર.એસ.ફાઉલર અને ઇ.એ..મિન જેવા પ્રખ્યાત પ્રધ્યાપકો શિક્ષણ આપતા. અભ્યાસની સાથે સાથે તેમણે અવકાશી વિજ્ઞાનના સિધ્ધાંતો પર સંશોધન કરવા માંડ્યું.ચંદ્રશેખરે સંશોધન કરતાં તારાના અતિઘટત્વવિષે અસ્તિત્વ ધરાવતા સિદ્ધાંતનું વિસ્તૃતિકરણ કર્યું.
ચંદ્રશેખર પરદેશમાં પોતાનોઅભ્યાસ પૂર્ણ કરી ભારત પાછા આવ્યા અને ભારતમાં થોડા સમય રહ્યા, અને ભારતીય લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો. પરંતુ તે સમયે અંગ્રેજોનું રાજ હોવાના કારણે સંશોધન કરવાના તેમના પ્રયત્નને પૂરતું ક્ષેત્ર મળ્યું નહી.આ સમયે (૧૯૩૬ માં) શિકાગો યુનિવર્સિટીની યર્કઝ ઑબ્ઝર્વેટરી તરફથી અમેરિકા આવીને પોતાની શોધખોળ વિષે પ્રવચન કરવાનું આમંત્રણ તે વખતના ખગોળશાસ્ત્ર વિભાગના ડિરેક્ટર ડૉ.ઓટો સ્ટ્રૂવે આપ્યું. અને ઇ.સ. ૧૯૩૭ માં તેઓ અમેરિકા ગયા.ત્યાં તેમના પ્રવચનથી બધા પ્રભાવિત થયા. ત્યાં તેઓ  વિસ્કૉન્સિન નામના નગરમાં આવેલી યર્કઝ ઑબ્ઝર્વેટરી સંસ્થામાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.
        ઇ.સ. ૧૯૪૧ માં તેઓ ભારત પરત આવ્યા અને લલિતાદેવી સાથે  તેમનું લગ્ન થયું. લગ્ન કરી ચંદ્રશેખર સહકુટુંબ અમેરિકા ગયા. ત્યાં તેમને વિશેષ સફળતા મળી. અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ ઇ.સ. ૧૯૪૭ ની સાલમાં એમને આદમ્ય પ્રાઇઝ એનાયત કર્યું.ઇ.સ. ૧૯૫૨ માં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોયાસટીએ બ્રુસમૅડલએનાયત કર્યો. એમણે ખગોળ્શસ્ત્ર શીખવા માટેગણતરી કરીને કોઠાઓ તૈયાર કર્યા. અને આ શોધ લંડનની રૉયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીને સૌથી વધુ ગમી. આથી આ સંસ્થાએ ઇ.સ. ૧૯૫૩ માં જાન્યુઆરી માસમાં એક સોનાનો ચાંદ ડૉ. ચંદ્રશેખરને ભેટ આપ્યો.પછી તેઓ કૅમ્બ્રિજ માં આવેલી ટ્રિનિટીકૉલેજના ફેલો તરીકે પસંદગી પામ્યા.આ ઉપરાંત મૅથેમેટિકલ સોસાયટી ને આશ્રયે અને  અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીને આશ્રયે રચેલ પ્રવચનો આપ્યા. ઇ.સ. ૧૯૫૭ માં એમનું બહુમાન થયું.આ માટે તેમને અમેરિકન એકૅડેમી ઓફ આર્ટ્સ અને સાયંસ તરફથી બિનિયલ રમ્ફર્ડ પ્રિમિયમ આપવામાં આવ્યું
       ડૉ. ચંદ્રશેખરે પોતાની શોધખોળની સંપૂર્ણ માહિતી અને વિસ્તૃત સમજણ  માટેનીચેના બે પુસ્તકો પણ લખ્યા છે. 
1. An Introduction to the study of Stellar Structure.
2.Principles of Stellar Dynaamics and Rediative Transfer.
             

No comments: